________________
આગમત એવું નથી સમજવાનું કે આત્મ પ્રદેશની સાથે (બંધ સિવાય) સ્પર્શ પણે સંબંધ પામેલા કાર્મણપુદ્ગલે સુખ-દુઃખાદિ ફળ આપી શકે, અથવા બંધ થયેલ હોય તે પણ બંધ થયા બાદ તુર્તજ ફળ આપે. પરંતુ આગળ કહેવાતી રીતિએ જ તે તે કર્મોના ફળ આત્માને ગવવા પડે છે.
તેમાં બંધ એટલે કમને આત્માની સાથે એકાકાર સંબંધ, તે બંધ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ એમ આગળ કહેવાતા ચાર પ્રકાર છે. નિકાચન એટલે આત્મપ્રદેશની સાથે કર્મ પ્રદેશનું એક પિંડપણું અર્થાત્ બન્ધમાં એક પિંડપણું=એકાકારપણું હતું પરંતુ નિકાચન અવસ્થામાં તે અગ્નિથી તપાવેલ સોના સમૂહને ખૂબ ટીપવામાં આવે એટલે જુદા-જુદા પણું જરા પણ ન રહે તેવું એકાકારપણું લેવાનું છે. ઉદય એટલે વિપાક અથત ઉદયાવલિકામાં દાખલ થએલા કર્મોને ભેગવટે તેનું નામ ઉદય, અને ઉદય દ્વારા થતા અનુભવબાદ તુર્તજ તે આત્મપ્રદેશથી કર્મ પ્રદેશોને જે પરિશાટ-ખસવાપણું તેનું નામ નિર્જ.
આ બંધ, નિકાચન, ઉદય અને નિર્જરા એ ચારેને સમાસ કરીને કર્મમાં મત પ્રત્યય કરીને વવ-નિફ્રાન્ના –નિ એ પ્રમાણે પદ બનાવવાનું છે.
સ્વકૃત-કર્મનું ફળ બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાવાળું છે, એમ શાથી કહેવામાં આવે છે. એ પ્રશ્ન થાય તે તેના ઉત્તરમાં સમજવું જોઈએ કે બંધ વિગેરે જે ન હોય તે તે કર્મના ફળને સંભવ જ નથી.
હવે અહીં વિચાર જરૂર થાય કે સ્વ-કૃત કર્મના ફળને બંધ, નિકાચના અને ઉદયની અપેક્ષા તે જરૂર રહે, પરંતુ નિર્જરાની અપેક્ષા કર્મના ફળમાં શા માટે ગણવામાં આવી! હજુ વધુ એ ઠીક