________________
આગમત જેવી રીતે ભગવાનના દીક્ષા આદિકના તપનું અનુકરણ કરવાનું શાસ્ત્રકાર ફરમાવે છે, તેવી જ રીતે ભગવાન જિનેશ્વરમહારાજના ચવનાદિક પાંચે કલ્યાણકામાં તપ આચરવું જરૂરી ગણાવવાની સાથે શરીરના સત્કાર વિગેરેને પણ શાસ્ત્રકારે જરૂરી ગણાવે છે. એટલે ભગવાન જિનેશ્વરમહારાજાના કલ્યાણક મહોત્સવે જેવી રીતે તપથી આરાધવાના જણાવે છે, તેવી જ રીતે શરીરસત્કાર, અમારી પડખે, વિશિષ્ટ દાન, રથયાત્રા વિગેરે કરીને પણ સર્વ કલ્યાણકોના દિવસો આરાધવાની જરૂર શાસકારમહારાજા ફરમાવે છે.
એક વાત વાચકવર્ગે જરૂર ખ્યાલમાં રાખવાની છે કે ભગવાન જિનેશ્વરેનાં વનાદિક સર્વ–કલ્યાણક સામાન્યથી તપ કરીને આરાધવાનાં હોય છે અને તેથી જ શાસ્ત્રકાર વચાળઠારાઘો ફ્રિ પ્રાચત્તાઃારો મત એમ જણાવે છે અને એમ જણાવી કલ્યાણકને અંગે પર્વતિથિ માનવાપણું છતાં બીજી આરાધનાનું ગૌણપણું રાખી સામાન્ય અને વિશેષ તરીકે પર્વતિથિઓના ભેદે જણાવે છે, અને આ કારણથી જે શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો કહેલે ક્ષય ઉડાવી દેવા જે કલ્યાણકતિથિઓને આગળ કરે છે તે તેઓના કુતર્ક સિવાય બીજું કાંઈ કરતા નથી.
સામાન્ય રીતે સર્વ કલ્યાણ કે તપ અને દાનાદિદ્વારા આરાધવાનાં હોય છે, પરંતુ વન અને જન્મકલ્યાણકમાં ભગવાનની તપસ્યા ન હોવાથી માત્ર સામાન્ય તપ અને ઓચ્છવરૂપ આરાધના હોય છે, જ્યારે દીક્ષા, કેવલજ્ઞાન અને મેક્ષ એ ત્રણ કલ્યાણકમાં તપસ્યા અને અનશન હેવાથી તેમનું અનુકરણ કરવાનું તપસ્યાદ્વારા બને છે, માટે દીક્ષાદિક-કલ્યાણકે ઉજવવાને સાચી રીતે તૈયાર હોય તેઓને તે તે કલ્યાણકને દિવસે તપસ્યા, શરીર-સત્કાર, દાન, રથયાત્રા વગેરે શાસ્ત્રકારેએ જણાવેલાં કાર્યોમાં જરૂર ઉદ્યમ કરે જોઈએ. એકલી જયંતી કે ઉજવણીના નામે લેકેનો સમુદાય એકઠ કરીને કે શાસ્ત્રવિરૂદ્ધ વાતનું પિષણ કરવા માટે બખાળા કાઢીને કે