________________
સ્તક ૨
વિવેચન
ચાલુ પ્રકરણથી જ સમ્યગ દર્શન નિસર્ગ અથવા અધિગમથી થાય છે, એમ સ્પષ્ટ જણાઈ શકે તેમ હોવા છતાં સૂત્રકાર મહારાજાએ સૂત્રમાં “તત્” એવું સર્વનામસંજ્ઞક પદ આપ્યું છે, તે અત્યંત સૂક્ષ્મસંક્ષિપ્ત વ્યાખ્યા તેમજ અત્યંત બાદર-વિસ્તૃત વ્યાખ્યા ન કરતાં સર્વે શિના હિતાર્થે મધ્યમ વ્યાખ્યા જણાવવા માટેનું છે. '
અર્થાત્ અત્યંત–સંક્ષિપ્ત વ્યાખ્યા કરવામાં આવે અને પ્રથમ આવી ગયેલી વસ્તુ માટે સર્ વિગેરે સર્વનામ-સંજ્ઞક પદ ન વાપરવામાં આવે તે સર્વ-શિષ્યને બંધ ન થઈ શકે, તે પ્રમાણે અત્યંત લાંબી લાંબી વ્યાખ્યા કરવામાં આવે અને સર્વનામસંજ્ઞક પદો ન વાપરતાં વારંવાર તે તે પ્રસંગે સમ્યગ દર્શનાદિ પદે આપવામાં આવે તે પણ કંટાળાદિના કારણે સર્વ શિષ્યોને બેધ ન થઈ શકે, માટે મધ્યમપણે વ્યાખ્યા થાય.
તે મધ્યમપણે વ્યાખ્યા-કરતાં અગાઉ આપેલી બાબતો માટે સર્વનામ સંજ્ઞકાદિ પદ આપવામાં આવે તો સર્વ શિનું હિત થઈ શકે છે.
આ વસ્તુ જણાવવા માટે સૂત્રકાર મહષિએ તત્ એ સર્વનામ-સંજ્ઞક–પદને પ્રયેાગ કર્યો છે, એમ ટીકાકારનું કથન છે.
આખા સૂત્રને અંર્થ આ પ્રમાણે છે કે
મૂલ હેતુ (અર્થાત્ કારણનું કારણ) બે પ્રકારનું હેવાથી સમ્યફ દર્શન બે પ્રકારનું કહેવાય છે.
અહિં એટલે ખ્યાલ રાખવાને છે કે આગળ જણાવવા મુજબ ઉત્પત્તિના કારણે નિસર્ગ ત્થા અધિગમ બે પ્રકારનું સમ્યગ દર્શન છે, પરંતુ તે બન્ને નિમિત્તોથી ઉત્પન્ન થતું સમ્યગદર્શન રૂપ કાર્ય એક જ પ્રકારનું છે.
આ. ૨-૨