________________
આગમત
મોટાભાગે ઉપર જણાવેલું ભગવાન હરિભદ્રસૂરિજીનું વાક્ય ખરેખર ધ્યાનમાં રાખવું જોઈએ.
ઉપરના વાકયમાં ભગવાન હરિભદ્રસૂરીજી જણાવે છે કે જૈન-જનતાએ તપસ્યા વિગેરે જિનેશ્વર-મહારાજના કલ્યાણકના દિવસમાં ઉચિતતા પ્રમાણે જરૂર કરવા જોઈએ.
આ કારણથી ભગવાન જિનેશ્વર-મહારાજના કલ્યાણકના દિવસેની આરાધના કરવા માટે કલ્યાણકને અંગે તપ કરવાને પૂ. મ. શ્રી હરિભદ્રસૂરીજી ઓગણીસમા તપનામના પચાશકમાં જણાવે છે, તે તપપંચાશકમાં ભગવાનની દીક્ષાનું તપ અને ભગવાનના કેવલજ્ઞાનનું તપ જણાવવા સાથે ભગવાનના મેલનું તપ કરવા માટે પણ જણાવે છે.
જેઓ અનુકરણની પવિત્ર-વાસનાને અનુચિત માને છે, તેઓએ આ તીર્થંકરભગવાનના દીક્ષા, જ્ઞાન અને મેક્ષના તપના અનુકરણને જલાંજલિ આપવી પડશે.
વાચકપુરૂષોએ ધ્યાન રાખવાની જરૂર છે કે-કેટલાક આચાર્યો ભગવાન જિનેશ્વરમહારાજાઓના દીક્ષાદિકના તપને અનિયમિતપણે એટલે કે તે તે મહિના કે દિવસના લક્ષ્ય રાખ્યા વગર કરવાનું જણાવે છે, જ્યારે કેટલાક પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી કરતાં પહેલાના કાલના આચાર્યો તે દીક્ષા આદિકના તપને દીક્ષા આદિના મહિના અને દિવસને ઉદ્દેશીનેજ કરવાનું જણાવે છે. ' અર્થાત્ ભગવાન રાષભદેવજીના દીક્ષાને તપ ચૈત્ર (ફાગણ) વદિ આઠમે છઠ કરીને કરે અને યાવત્ ભગવાન મહાવીરમહારાજને દીક્ષાને છઠ માગશર (કાર્તિક) વદિ દશમે દીક્ષાને તપ કરે. એટલે ચોવીસે ભગવાનના દીક્ષાની તપસ્યાનું અનુકરણ તે તે ભગવાનના તે તે દીક્ષાના મહિને તે તે દિવસે કરવું. એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એકલી તપસ્યાનું અનુકરણ કરવાનું જણાવ્યું એમ નહિં, પરંતુ પારણે પણ જે જે ભગવાનને જે જે વસ્તુ શેલડીના રસ વિગેરેની મળેલી છે, તે તેજ વાપરવાનું વિધાન પણ જણાવે છે.