________________
પુસ્તક ૧-લું વિજ્ઞાન યાવત્ અદ્ધિ-સમૃદ્ધિને ઉપગ ઊંચામાં ઊંચા પ્રકારે ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્ય વિગેરેમાં કરે.
જે જેને સામાન્ય રીતે આવશ્યક સૂત્રને સમજી શકે છે, તેઓ કબુલ કરશે કે, ભગવાન જિનેશ્વરમહારાજની ભક્તિમાં કેઈપણ દિવસ શ્રાવકને સંતોષ હોય જ નહિ અને એટલા જ માટે શ્રાવક સામાયિક, પૌષધ શિવાયની અવસ્થામાં ભગવાન જિનેશ્વરમહારાજના વન્દન-પૂજન-સત્કાર-સન્માન સર્વ કરે છે, છતાં તે કરાતા વન્દનાદિથી કઈ દિવસ પણ શ્રાવક-જનતાને સંતોષ થાય જ નહિ. અને તેથીજ તેઓ સાધુપણાના જેવી સામાયિકની અવસ્થામાં હોય તે પણ વાવત્તિમgo વિગેરે પાઠ બોલી તે વન્દન-પૂજનાદિથી થતા લાભને સ્થાન આપે છે,
આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે-શ્રાવકવર્ગ કેઈ દિવસ પણ ભગવાન જિનેશ્વરમહારાજના પૂજનઆદિકમાં સ્કાય એટલે દ્રષ્યને વ્યય થાય તે પણ સંતેષને માનનાર તે હેય નહિ,
આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે ભગવાન જિનેશ્વરમહારાજાઓ કોઈપણ દિવસે, કોઈપણ જીવથી સર્વોત્તમ પ્રકારે પૂજાતા નથી, એ વાતને નિશ્ચય થશે, અને જ્યારે તેને નિશ્ચય થશે ત્યારેજ મહારાજા દશાર્ણભદ્રજીએ “ભગવાન જિનેશ્વરમહારાજની વન્દનામાં કોઈ એ પણ ન વઘા હોય તેવી રીતે હું વાંદુ” એ રીતે કરેલું અભિમાન અ-ગ્ય ગણાયું તે સમજાશે, અને તે દશાણુભદ્રજીના અભિમાનને ટાળવા માટે ઈન્દ્રને કેમ આવવું પડ્યું ? તે પણ સમજાશે. WિEETG]EIGHIGHER
શાસનની મહત્તા H ભાવશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ વિના ન થાય, ક્રિયાશુદ્ધિ જ્ઞાનીની નિશ્રા વિના ન થાય, જ્ઞાનીની નિશ્રા શાસનની મહત્તાના જ્ઞાનથી મેળવી શકાય છે, તેથી વિવેકી આરાધકેએ શાસનનું મહત્વ સુગ્ય રીતે ધ્યાનમાં લેવું ઘટે.