________________
આગમત પ્રવૃત્તિ હોવાથી તે આજ્ઞાબાહ્ય નહિં થાય, અને તેથી સંસારની વૃદ્ધિરૂપી ફલને દેનારી પણ નહિં થાય, એવું કહેવામાં આવે તે તેને અંગે ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે
જે કે ભક્તિ અને પ્રવૃત્તિને કરનારે મનુષ્ય તે ભક્તિ અને પ્રવૃત્તિમાં કુટુમ્બ-કબીલાદિને ઉદ્દેશ રાખતું નથી, પરંતુ ત્રિલેકનાથતીર્થકર ભગવાનને જ ઉદેશ રાખે છે, પરંતુ તે પ્રવૃત્તિ ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞાવિરૂદ્ધ અને સ્વ–મતિકલ્પિત હોવાથી ભગવાન તીર્થકરને ઉદ્દેશીને થયેલી ગણાય નહિ.”
આ હકીકત ધ્યાનમાં રાખનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે દેવ, ગુરૂ અને ધર્મને આદર તે ભગવાન જિનેશ્વર મહારાજના વચનરૂપી આગમને આદર, તે સિવાય ભગવાન જિનેશ્વર મહારાજને યાવત્ ગુરૂમહારાજ કે ધર્મને પણ આદર ગણે તે પણ તે આત્માની કલ્યાણદશા સાધનારે થતું નથી, માટે ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરવા માટે તેઓશ્રીની મૂર્તિ અને તેઓશ્રીના મંદિરની આરાધના કરવા તત્પર થનાર મનુષ્ય આગમઆદિનું અનિવાર્યપણું સમજવું જોઈએ. અને એ વાત જ્યારે સમજાશે ત્યારે ત્રીજા ક્ષેત્ર તરીકે કહેલા જ્ઞાનનામના ક્ષેત્રની આરાધ્યતા બરોબર સમજમાં આવશે. જિનેશ્વર મહારાજને અત્યુત્તમ ઉપકાર છે?
ભગવાન જિનેશ્વર મહારાજને જગના જીવમાત્રની ઉપર મનહદ ઉપકાર છે, પરંતુ જેમ વૃક્ષ નીચે બેઠેલા મુસાફરને માત્ર તે વૃક્ષ છાયાથી એ ઉપકાર કરે છે, પરંતુ ફળ અને પુષ્પાદિકદ્વારા થતે વિશેષ ઉપકાર વૃક્ષના માલિકને થાય છે, તેવી રીતે જગતના સામાન્યજંતુઓને તે ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા યથાસ્થિત જીવરક્ષા આદિકના વચને દ્વારા થાય છે, પરંતુ મોક્ષમાર્ગની પ્રાપ્તિ પ્રભુશાસનના વિશિષ્ટ-આરાધક ભવ્ય જીને થાય છે કે જે શાસનના આધારે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ છે,