________________
આગમત કેમકે સામાન્યરીતે શ્રાવકપણુંજ જિનેશ્વરમહારાજની વાણીના શ્રવણમાં રહેલું છે, પરંતુ વ્યાખ્યાન-શ્રવણની ભાવના છતાં વ્યાખ્યાન શ્રવણને જેગ ન મળે; અગર કથંચિત્ આલસ્યાદિથી વ્યાખ્યાનનું શ્રવણ ન પણ થાય તે તેટલા માત્રથી શ્રાવકપણને કલંક લાગે છે એમ કહી શકાય નહિં, તે પછી સંઘયાત્રામાં પણ વ્યાખ્યાન-શ્રવણની રૂચિ છતાં કદાચ વખત નહિ મલવાને લીધે અગર બીજાં કેટલાંક કારણેને લઈને વ્યાખ્યાન ન થાય અગર તેનું શ્રવણ ન થાય તેટલા માત્રથી યાત્રિકગણને નેતા અગર યાત્રિકને સમુદાય લંછનવાળે બને છે અગર સંઘને લંછન લાગે છે એમ કહેવું તે માર્ગને અનુસરનારને તે શેભે નહિ અને જે એવી માન્યતા કોઈ ધરાવે તેને સમ્યગ્દર્શન પણ મુશ્કેલીભર્યું થઈ પડે. ધનશેઠના અધિકારમાં શું જણાવે છે.
શ્રીસંઘાચારભાષ્યમાં ધનનામના શેઠે શ્રીસિદ્ધાચલજી અને ગિરનારજીના કાઢેલા સંઘને અધિકાર જેઓએ જે હશે તેઓ જાણી શકશે કે –
તે સંઘયાત્રામાં પ્રથમ તે સાધુમહાત્માઓને સહચાર નથી, તે પછી વ્યાખ્યાનનું નિયમિત પ્રાવણ થવાની કલ્પના કરવી તે તે આકાશને કુસુમ ઉગાડવા જેવું થાય છે, જો કે ચાલુ પ્રયાણમાં ઉત્તમ મુનિ-મહારાજાઓના સંગે બહુ મળ્યા છે, અને જે જે જગે પર ઉત્તમ મુનિ-મહારાજાઓના સંયોગે મળ્યા છે, ત્યાં ત્યાં વંદનાદિકને માટે યાત્રિકગણને નેતા વિગેરે ગયા છે, પરંતુ ત્યાં પણ વ્યાખ્યાન-શ્રવણને અધિકાર લેવા નથી, છતાં જેઓ વ્યાખ્યાનની અ-સત્તાને લીધે સંઘને કલંક ગણતા હોય તેઓએ શાસ્ત્રોને વાંચવાની-વિચારવાની બહુ જરૂર છે, અને એમ થાય તે શાસ્ત્રવિરૂદ્ધ બોલવાનું થતું અટકે ? તીર્થયાત્રામાં મુખ્ય ધ્યેય શું?
પ્રાસંગિક વાત જણાવી મૂળ મુદ્દા ઉપર આવતાં જણાવવું જોઈએ કે તીર્થત્યને જુહારવા આવનારાઓની મુખ્ય અભિલાષા