________________
પુસ્તક ૧-લું
પરંતુ તેઓ ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ ઉપરથી વીતરાગપણની દશા, વિષય, કષાય અને આરંભ-પરિગ્રહાદિથી રહિત સ્ત્રી, હથિયાર વિગેરેથી રહિતપણું, મુખ-કમળની પ્રસન્નતા, કાયે સર્ગ તથા પથંક આસન અને દૃષ્ટિનું નાસિકા ઉપર નિયમિતપણું દેખીને સામાન્ય રીતે ભગવાન જિનેશ્વર-મહારાજના શાસનની ત્યાગ મુદ્રાને અનુસરે તેમાં આશ્ચર્ય નથી, છતાં એ વાત તે વાચકેએ ધ્યાન બહાર રાખવાની નથી કે
જેમ સંસારરૂપી અટવી એલંઘવાના બે માર્ગોમાં શ્રાવકધર્મને માગે કે સુખાળે છે, શાન્તિથી તે રસ્તે ચાલી શકાય છે, પરંતુ શાશ્વત-આનંદમય એક્ષપુરની પ્રાપ્તિ તે સાધુધર્મરૂપી કઠિન અને દુઃખમય સંયમમાર્ગમાં આવ્યા સિવાય થતી જ નથી, એવી રીતે અહિં પણ સામાન્ય ભદ્રિક મનુષ્યોને ભગવાન જિનેશ્વરમહારાજની મૂતિથી વીતરાગત્યાદિ જે જિનેશ્વરમહારાજના ગુણે છે, તેનું ભાન થાય, તે પણ પર્યન્તમાં ભગવાન જિનેશ્વરમહારાજના માર્ગોપદેશકપણા આદિ ગુણોનું ભાન થયા શિવાય અને તે ભગવાન જિનેશ્વરમહાજારાએ મેક્ષની પ્રાપ્તિ માટે જણાવેલ અબાધિતમાર્ગનું આચરણ કર્યા વિના પરમફલ પ્રાપ્ત થવું મુશ્કેલ છે. આગમની અત્યુત્કૃષ્ટતા શામાં?
આ હકીકત જે ભવ્યજીવના ધ્યાનમાં આવશે તે ભવ્ય-જીવ ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ અને મન્દિરની અત્યંત ઉપયોગિતા સમજવા સાથે ભગવાનના માર્ગ–પ્રણયનરૂપી આગમની પરમમહત્તા સમજ્યા શિવાય રહેશે જ નહિ, આ વસ્તુને ધ્યાનમાં રખનાર મનુષ્ય શાસ્ત્રકારે કહેલા નીચેના વાક્યને બરાબર સમજી શકશે. શાસકાર મહારાજ જણાવે છે કે –
" आगमं आयरंतेणं अत्तणो हिअकविणा । तित्थणाहो गुरू धम्मा, सव्वे ते अणुमणिया "