________________
આગમત ' યાદ રાખવું કે તે કમ્યુનિવિિ ક ઘા એ સૂત્ર લૌકિક-માળવાળાને જેમ માન્ય છે, તેમ લકત્તર માર્ગવાળાને પણ માન્ય જ છે પણ લૌકિક-મતવાળા અભ્યદય એટલે સાંસારિક સર્વ પ્રકારના સુખ આદિની પ્રાપ્તિ ધર્મના સાધ્યફળ તરીકે ગણે છે, અને તેથી જ તેઓ રાત્રિ ગુયાત વગેરે શ્રુતિના સૂત્રથી દેવક, ઋદ્ધિ-સમૃદ્ધિ, યશકીતિ કે પુત્ર-પૌત્રાદિકને માટે ધર્મરૂપ મનાએલા યજ્ઞનું વિધાન કરે છે,
પણ-કોત્તર-દષ્ટિની અપેક્ષાએ પૌગલિક ફળરૂપ અને સંસારના ચાવારૂપ ઋદ્ધિ-સમૃદ્ધિ આદિને સાધ્ય-ફળરૂપે ગણવામાં આવતું નથી,
કેમ કે ભગવાન તીર્થકર વિગેરે આરંભ અને પરિગ્રહના તથા વિષય અને કષાયના વિવિધ ત્રિવિધ પ્રકારે ત્યાગી હોઈ જે તે આરંભાહિમય એવા નરેન્દ્રત્વ અને દેવત્વાદિને સાધ્ય તરીકે ગણાવી તેના કારણ તરીકે તે પ્રાપ્ત કરવા માટે ધર્મનું નિરૂપણ કરે તે જૈનશાસનના મુદ્દા પ્રમાણે તેઓ પોતાની પ્રતિજ્ઞાને તેડનારા થાય અને તેઓને વદતે વ્યાઘાતવાળી દશા પ્રાપ્ત થાય,
માટે કેત્તર દષ્ટિએ અભ્યદય એટલે પૌદ્ગલિક-સમૃદ્ધિ સાધ્યફળ હોઈ શકે નહિ અને તેને માટે ધર્મનું નિરૂપણ પણ હોય નહિ,
પરંતુ કર્ષક જેમ ખેતી કરતી વખતે ધાન્યનેજ મુખ્ય ફળ હેવાથી સાધ્ય તરીકે ગણે છે, છતાં તે ધારેલા ધાન્યની નિષ્પત્તિ પહેલાં વાવેલા ધાન્યની જાતિ પ્રમાણે તરેહ તરેહના ઘાસને પામે છે, તેથી તે ખેતીની ક્રિયાનું મુખ્ય એટલે સાધ્યફળ ધાન્ય એટલે અનાજ જ કહી શકાય, પણ અનાજ વાવવાથી થયેલા ઘાસની પ્રાપ્તિ એ મુખ્ય ફળ એટલે સાધ્યફળ ન ગણતા આનુષંગિક એટલે પ્રાપ્ય ફળ તરીકે ગણી શકાય છે,
તેવી જ રીતે ધર્માનુષ્ઠાનના પ્રતાપે મેક્ષરૂપી સાધ્યફળ મેળવી