________________
૧૪
આગમત છે, એ સમજાશે ત્યારે ગ્રામચૈત્ય કરતાં પણ તીર્થચૈત્યની વિશિષ્ટતા હદબહારની છે, એમ સમજાયા સિવાય રહેશે નહિં, કારણ કે
ગ્રામચેત્યમાં જે સાધુમહાત્માના દર્શન થાય તેના કરતાં તીર્થોમાં ઘણું ઘણું ક્ષેત્રેથી આવેલા અને મહાપ્રભાવશાલી શાસનધુરંધરના દર્શનાદિ થવાને રહેજે સંભવ રહે.
વળી દેશભરના ભાવિક શ્રાવક-સાધમિકેને સમાગમ પણ તીર્થમાં ઘણું ઘણું બને તેમાં પણ કાંઈ નવાઈ નથી, તથા ગૃહત્ય અને ગ્રામચૈત્યની સેવા વખતે સાંસારિક ઉપાધિઓ હદયમાં વાસ કરેલી હોય અને તે ઉપાધિઓ નહિ નીકળવાથી પ્રભુના દર્શનપૂજનાદિથી અને મહાત્માઓના દર્શન અને સાધર્મિક-સંસર્ગ આદિથી જે સ્થિરતાપૂર્વક ભાવ-ઉલ્લાસથી ફાયદાઓ મેળવવાના હોય તે ન મેળવાય, તેથી તીર્થસ્થાનમાં આવનાર મનુષ્ય ફીકરના કેટમાંથી નિકળેલ હોઈ નિરૂપાધિક થઈ સ્થિરતાવાળે થાય અને તીર્થમાં ભગવાન જિનેશ્વર મહારાજની દર્શન-પૂજાદિથી તથા સાધુ-મહાત્મા અને સાધર્મિકોના સંસર્ગથી અનહદ લાભ મેળવી શકે, એ સ્વાભાવિક છે. તીર્થભૂમિ સમ્યક્ત્વની મજબૂતીનું કારણ
શાસ્ત્રકાર-મહારાજાઓ પણ ત્રિકનાથ તીર્થકરની જન્મભૂમિ આદિ તીર્થોનાં દર્શન વિગેરેથી સમ્યકત્વની મજબૂતી જણાવે છે, એ વાત પર્યુષણના વ્યાખ્યાન સાંભળનાર ભવ્ય જીની જાણ બહાર નથી.
આ બધી હકીક્ત વિચારતાં શ્રી શત્રુંજયઆદિ તીર્થોના ચૈત્ય કેટલા બધા મહા-ઉપકારને કરનારા છે? અને તેના દર્શન-પૂજન વિગેરે આત્માને કેવી રીતે મેક્ષ-માર્ગની નજીક નજીક લઈ જાય છે? તે સમજમાં આવ્યા સિવાય રહેશે નહિં.
આવી રીતે તીર્થ અને તીર્થના ચિત્યની અધિકતા જ્યારે વાસ્તવિક રીતે સમજાય ત્યારે તેવા તીર્થો અને તેવા તીર્થના જૈન દર્શન, પૂજન આદિ કરવા માટે ભાવિક આત્મા તૈયાર થાય અને