Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Author(s): Vikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રની અંતિમ બે ચૂલિકાઓ શ્રી સીમંધર ભગવાન પાસેથી લાવીને મૃતધરોને તેઓએ સુપ્રત કરી છે. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા ઉત્તમ કેટિના આરાધક અને પ્રભાવક પણ તેઓએ શાસનને સમર્પિત કર્યાનું કહેવાય છે. આર્ય -વજીસ્વામી પણ સ્વાધ્યાય કરતાં સાધ્વીજી મહારાજાઓનાં મુખથી અગિયાર અંગને પાઠ સાંભળી એકાદશ અંગ પાડી બન્યા છે! ચાકિની–મહત્તરા સાધવીજીથી પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ જેવા મહાન જ્યોતિર્ધર ગ્રન્થકાર પ્રાપ્ત થયા કે જેઓના ગ્રંથોના અભ્યાસ વગર ગમે તેટલો આગમનો અભ્યાસ પણ અધૂરો ગણાય છે. જગ વિખ્યાન “ઉપમિતિ ભવ પ્રપંચ” માં ઉલેખ પામેલ “ગણા” એક વિદુષી સાધ્વીજી મહારાજ છે. મલ્લધારી હેમચંદ્રાચાર્ય મહારાજાએ પિતાની “વિશેષ આવશ્યક” ની ટીકામાં સહાયભૂત થયેલ સાધ્વીજી મહારાજાઓને નામોલ્લેખ કર્યો છે. તેમજ ત્યારબાદ પણ સ્તુતિ અને દેવવંદન આદિ રૂપે રચાયેલું કેટલુંક સાહિત્ય પૂ. સાધ્વીજી મહારાજાઓનું ૨ ચત છે. વર્તમાન કાળમાં પણ ઘણું સાધ્વીજી મ. પિતાના ગચ્છનાયક અને ગણનાયક વડીલો તેમજ ગુરુની આજ્ઞાનુસાર જૈન સાહિત્યજગતમાં વિવિધ રીતે વૃદ્ધિ કરે છે. આવા સહુ સાથ્વીવર્ગમાં સાધ્વી સર્વોદયાશ્રીના નિશ્રાવતી સાધ્વીવર્યા “વાચંયમાશ્રી’ પણ એક છે. જેમણે કરેલ આગમ ગ્રંથ ઉપર આટલી વિવેચનાવાળું વિવેચન પ્રથમ પ્રથમ જ જેવા મળે છે. આ દશવૈકાલિક સૂત્ર પરના ચિંતનગ્રંથ એક આગમ અન. ક્ષારૂપ ગ્રંથરત્ન છે.. સુવિહિત ગુરુ ભગવંતો પાસેથી વાચના મેળવી પિતાના ક્ષપશમ પ્રમાણે આગમ વચનેને મને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યારે જ આવી ચિંતન ધારાઓ પ્રગટ થાય છે. મારે મન તે આ ગ્રંથ એક જાહેર અનુપ્રેક્ષા છે. સામાન્ય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 281