Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Education International
અનુવાદિકાની કલમે
· મુક્તલીલમ શિશુ સાધ્વી ઉર્મિલાબાઈ મ.
હા ઞળાહો હૈં હુંતો નફ ન હુંતો બિખાળમો ? જિનેશ્વર પ્રરૂપિત આગમો પ્રત્યે આવો અહોભાવ, બહુમાનભાવ વ્યક્ત કરનાર હતા જૈનાચાર્ય મહાપંડિત શ્રી હરિભદ્રસૂરિ. જેઓ જન્મે બ્રાહ્મણ અને કર્મે જૈન હતા. જેમના રોમેરોમમાં, અણુએ અણુમાં, લોહીના બંદેબુંદમાં જિનાગમો પ્રત્યે આદર, માન અને પૂજ્યભાવ હતો. જેથી એમના અંતઃકરણના ઉદ્ગારો સરી પડયા કે– હે પ્રભુ ! જો આપના પ્રરૂપિત આ જિનાગમ મને મળ્યા ન હોત તો હું અનાથ બની જાત ! મારું કોઈ રક્ષક ન હોત, મારા આત્મગુણોનું સંરક્ષણ કરનાર કોઈ ન હોત.
હે પ્રભુ ! અનંત અનંત પુણ્યરાશિના ફળ સ્વરૂપે મને જિનાગમની પ્રાપ્તિ થઈ. જેના દ્વારા મને સાધના–આરાધનાનો માર્ગ સાંપડયો, ચારિત્રધર્મની મહત્તા સમજાણી, જેમાં દર્શાવેલા વ્રતો—નિયમોના પાલન દ્વારા હું આત્મ ઉત્થાન કરવા તત્પર બન્યો.
અન્ય કુળમાં જન્મેલાને જ્યારે જિનાગમ પ્રાપ્તિનો હૈયે આટલો બધો આનંદ હોય તો જૈનકુળમાં જન્મેલાને જિનાગમ પ્રત્યે કેટલો આનંદ, કેટલો અહોભાવ, કેટલું બહુમાન હોય તે સ્વાભાવિક છે.
વિશ્વના સ્તરે વિચારીએ તો આધ્યાત્મિક ઋદ્ધિની અપેક્ષાએ ભારત ભૂમિ સદૈવ શિરમોર રહી છે. ભારત ભૂમિમાં પ્રચલિત અનેક ધર્મોમાં જૈનધર્મનું સ્થાન સદાકાળ ગૌરવાન્વિત રહ્યું છે. તેમનો સંપૂર્ણ યશ રાગદ્વેષના વિજેતા, સમગ્ર વિશ્વના સંપૂર્ણ દ્રવ્ય—ગુણ—પર્યાયને જાણનારા, દેવેન્દ્રો વડે પૂજિત અને વાણીના ઈશ આવા ચાર મૂળ અતિશયોના ધારક તીર્થંકર પરમાત્માઓના ફાળે જાય છે.
33
ivate & Personal Use Only
www.jainlibrary