________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ થયા છે, તેઓ સંસારમાં રઝળે નહિ. આવી શંકા કરનાર જીવોની શંકાનું સમાધાન કરવામાં આવે છે, અને તેઓના મુખ્ય કારણો નીચે મુજબ છે.
જૈનો જૈનકુલને વિષે જન્મ પામ્યા, અને દેવગુરૂ ધર્મના યોગને પામ્યા, તેથી તેઓને સંસારના અંદર રૂલવાપણું નજ હોય એમ માનવું નહિ. જૈનકુલને વિષે જન્મ પામેલા પણ, કેટલાક મુક્તિગામી હોય છે, તથા કેટલાક એકાવનારી હોય છે, તથા કેટલાક બે ત્રણ સાત આઠ ભવ, અથવા તે થકી વિશેષભવે મુક્તિગામી હોય છે, કેટલાક દીર્ઘ સંસારી હોય છે, કેટલાક બહુલ સંસારી હોય છે, કેટલાક દુરભવી અભવી હોય છે, કેટલાક દુર્લભ બોધી હોય છે, કેટલાક દેવગતિ ગામી, કેટલાક મનુષ્યગતી ગામી, કેટલાક તિર્યંચગતિ ગામી,કેટલાક નરકગતિ ગામી, અને કેટલાક નિગોદમાં ઉતરી પડનારા હોય છે, ટુંકામાં જેવા જેના શુભાશુભ કર્મ હોય છે, અને જેવી કરણી હોય છે તેવી ગતિને પ્રાપ્ત થાય છે, અર્થાત્ કર્મથી જીવો ચોરાશી લાખ યોનિમાં અનંતકાળ રખડનારા હોય છે ને જૈનો જૈનકુલને વિષે જન્મ પામી શુદ્ધ દેવ શુદ્ધ ગુરૂ શુદ્ધ ધર્મને ત્યાગ કરી, કુદેવ કુગુરૂ અને કુધર્મનું આલંબન કરી સંસારને વિષે પરિભ્રમણ કરે છે, અને પરિભ્રમણ કરવાનું મુખ્ય કારણ શુદ્ધ દેવને વિષે અશુદ્ધ દેવની બુદ્ધિ ધારણ કરવી અર્થાત્ સુદેવને વિષે કુદેવની અને કુદેવને વિષે સુદેવની બુદ્ધિ ધારણ કરવી તથા સુગુરૂને વિષે કુગુરૂની અને કુગુરૂને વિષે સુગુરૂની બુદ્ધિ ધારણ કરવી, તથા સુધર્મને વિષે કુધર્મની અને કુધર્મને વિષે સુધર્મની બુદ્ધિ ધારણ કરવી, તથા ધર્મને વિષે અધર્મની, તથા અધર્મને વિષે ધર્મની બુદ્ધિ ધારણ કરવી, જ્ઞાનને વિષે અજ્ઞાનની અને અજ્ઞાનને વિષે જ્ઞાનની બુદ્ધિ ધારણ કરવી, તથા હિંસાને વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org