________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ | ભાવાર્થ : અકામ નિર્જરા કરનાર તથા અણુવ્રત અને સુવ્રતો વડે કરી બાલ તપસ્યાને ધારણ કરનાર તથા સમ્યદ્રષ્ટિ જે જીવ હોય તે દેવગતિના આયુષ્યને બાંધે છે. पापी रुपविवर्जितः परुषवाक् यो नारकादागत । स्तिर्यग् योनिसमागतश्च कपटी नित्यं बुभुक्षातुरः । मानी ज्ञानविवेकबुद्धिकलितो यो मर्त्य लोकागतो । यस्तु स्वर्गपरिच्युतः ससुभगः प्राज्ञः कविः श्रीयुत : ॥१॥
ભાવાર્થ : જે માણસ નરકથી આવેલ હોય છે તે પાપિષ્ટ હોય છે તથા રૂપ વડે કરી રહિત હોય છે તથા કઠોર વચનોને બોલનાર હોય છે. તે કપટી માયાવી અત્યંત હોય છે તથા નિરંતર સુધાતુર હોય છે તથા જે માણસ મનુષ્ય ગતિથી આવેલ હોય છે તે માનયુક્ત હોય છે તથા જ્ઞાન વિવેક અને બુદ્ધિ વડે કરી વ્યાપ્ત હોય છે. તથા જે દેવલોક થકી આવેલ હોય છે તે સુભગ તથા વિદ્વાન તથા કવિ તથા લક્ષ્મી વડે કરી યુક્ત થાય છે.
એ ઉપરોક્ત પ્રમાણે પરલોકને વિષે ગમન તથા પરલોક થકી આગમન કરનારા જીવના લક્ષણો શાસ્ત્રકાર મહારાજાએ કથન કરેલ છે. .
હવે કેવા પ્રકારના કર્મોને કરનારો જીવ ઈંહાથી મરણ પામી કઈ ગતિના અંદર જઈને ઉત્પન્ન થાય છે. તે કૃપાના સાગર શ્રીમાનું જ્ઞાનિ મહારાજા ભવ્ય જીવોના અનુગ્રહ અર્થે કથન કરે છે – जो घाइय सत्ताई, अलियं जंपेई परधणं हरई । परदारं वियवच्चइ, बहुपापपरिग्गहासत्तो ॥१॥ चंडो माणी थद्धो, मायावी निठुरो खुरो पावो । पिसुणो संगहसीलो, साहूण निंदओ अहम्मा ॥२॥
ન ૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org