Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 126
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ જીવોને ઉપદેશ આપીને ધર્મ દીપાવે, પરંતુ પોતાના અંતરગમાં શ્રદ્ધા ન હોય, તેવા પુરૂષોને દીપક સમકિતિકહે છે, એવું દીપક સમ્યકત્વનું સ્વરૂપ કહેલું છે. ૮ સંસારના સુખોની વાસનાને છોડીને, ત્યાગ કરીને આત્માના મૂળ ગુણો જે જ્ઞાન, દર્શન, અને ચારિત્રમાં (સ્વ સ્વ. સ્વરૂપમાં) રમવું, તેને નિશ્ચય સમ્યકત્વ કહે છે. ૯. મિથ્યાત્વ ગુણોના વર્ણનને ત્યાગ કરીને, શુદ્ધ દેવ, શુદ્ધ - ગુરૂ, અને શુદ્ધ ધર્મને વખાણે, તથા શ્રી સંઘની સેવા કરવી, અને આગમમાં કહ્યા પ્રમાણે, નિરતિચાર સમ્યક્ પ્રવૃત્તિ આદરે તેને વ્યવહાર સમકિત કહે છે. ૧૦ ઉપશમ સમ્યકત્વથી પડતા, અને મિથ્યાત્વે પહોંચતા જે વચલા કાળને વિષે સમકિતનો કંઈ સ્વાદ હોય છે, તેને સાસ્વાદના સમ્યકત્વ કહે છે. (કઇ ગતિને વિષે કેટલા ગુણસ્થાનો ને ૧. દેવગતિ તથા નરકગતિને વિષે પ્રથમના ૪ ગુણસ્થાન ૨. તિર્યંચગતિને વિષે ૫ ગુણસ્થાનો. ૩. મનુષ્યગતિને વિષે ૧૪ ગુણસ્થાનો. ૪. એ, બે, તે, ચઉં, પ્રથમના ૧-૨ ગુણસ્થાનો. ૫. પંચેદ્રિયને વિષે ૧૪ ગુણસ્થાનો. ઇંદ્રિય અપેક્ષયા. કાયા અપેક્ષયા. ૬. પૂ. આ. કે.વા. વનસ્પતિને વિષે પ્રથમનું ૧ ગુણસ્થાન. ૭. તે વા. વર્જી ઈતરને વિષે ૨ જુ પણ ગુણસ્થાન હોય. ૮. ત્રસને વિષે ૧૪ ગુણસ્થાનો. ૧૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130