Book Title: Vividh Vishay Vicharmala Part 04
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 119
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ લાયોપથમિક, વા. અપૌદ્ગલિક ર. તથા ૧ નિસર્ગ. ૨ અધિગમ, ભેદથી સમ્યકત્વ બે પ્રકારે. ૧ તેમાં તીર્થંકર મહારાજના ઉપદેશ વિના સ્વભાવથીજ જીવોને જે કર્મો ઉપશમાદિકથી થાય છે. તે નિસર્ગ સમ્યકત્વ. ૨ વળી જે તીર્થકર માહારાજાના ઉપદેશાદિકથી, તથા જીન પ્રતિમાદિકના દર્શનાદિકના બાહ્ય નિમિત્તના હેતુથી કર્મોનું ઉપશમપણું પ્રગટ થાય છે, તે અધિગમન સમ્યકત્વ તેમાં ૧ માર્ગ ૨ જવર બન્નેના દ્રષ્ટાંતો - ૧ એકજણ જંગલમાં ફરતો પોતે જાતે માર્ગને મેળવે છે, અને બીજો બીજાના કહેવાથી માર્ગને મેળવે છે. ૨ એકને તાવ પોતાની મેળેજ જાય છે, બીજાને ઔષધ કરવાથી જાય છે. તે પ્રકારે જીવોને સમ્યકત્વની પ્રાપ્તિ મિથ્યાત્વ જવરના નાશ થવાથી, અને નિસર્ગ ઉપદેશથી થાય છે. વળી ૧ કારક ૨ રોચક ૩ દીપક એ ત્રણ ભેદે સમ્યકત્વ ૩ પ્રકારે છે. ૧ તેમાં જીવોને સમ્યફપ્રકારે અનુષ્ઠાન પ્રવૃત્તિ કરાવે તે કારણ કહેવાય છે એટલે કે જે પરમ વિશુદ્ધરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે, જીવ તે સૂત્રોને વિષે જે અનુષ્ઠાન કરવાનું કહેલું છે, તેને કરે છે, તેજ પ્રમાણે તે કારક સમ્યકત્વ કહેવાય, કાશ્યનીતિ કારક, તે વિશુદ્ધ ચારિત્ર વંતોને હોય છે. - ૨ તથા જે શ્રદ્ધા માત્ર હોય તે રોચક કહેવાય છે. એનાથી સમ્યક પ્રકારે અનુષ્ઠાનની પ્રવૃત્તિની રૂચીથી કરાવે છે, રૂચિ કેવળ થાય છે, પરંતુ કાર્ય કરાવી શકે નહિ. તે રોચક સમ્યકત્વ કહેવાય છે. રોચયતિ ઇતિ રોચક, આ સમ્યકત્વ અવિરતિ સમ્યગદ્રષ્ટિ કૃષ્ણ ૧૦૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130