________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે, ત્યારે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, પરંતુ એક અંતર્મુહૂર્ત કરીને તે પ્રથમ સ્થિતિ વેદાઈ રહેવા પછી જયારે અંતકરણ થાય છે, ત્યારે તેના પ્રથમ સમયેજ જીવને ઔપથમિક સમકિત પ્રાપ્ત થાય છે. કેમકે તે વખતે મિથ્યાત્વના દળિયા (પ્રદેશ ઉદયથી કે વિપાક ઉદયથી) વેદાતા નથી.જેમ વનનો દાવાનળ પ્રથમ બળેલા વનને અથવા ઉખર પ્રદેશને પામીને ઓલાઈ જાય છે, તેવીજ રીતે મિથ્યાત્વના અનુભવરૂપ અગ્નિ અંતકરણને પામીને શાંત થઈ જાય છે, તે ઉપશાંતનો (ઔપશમિક સમ્યકત્વનો) કાળ અંતર્મુહુર્તનો છે અને તે ઉત્કૃષ્ટ નિધિના લાભના જેવો છે. તે જઘન્યથી એક સમય શેષ રહે ત્યારે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા શેષ રહે ત્યારે કોઈક જીવને જે મિથ્યાત્વ જવાનો હોય તેને (બાકી બીજા જીવતો ત્યાં ત્રણ પુંજ કરીને શુદ્ધ પુંજનો ઉદય થવાથી ક્ષયોપશમ સમકિત પામે છે અંતે બીજા લાભો પણ મેળવે છે.) મહાવિભીષિકા (ભય)ની ઉત્પત્તિ જેવો અનંતાનુબંધિનો ઉદય થાય છે. તેના ઉદય વખતે આ જીવ સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ નામના બીજા ગુણસ્થાનકે વર્તે છે, અથવા ઉપશમ શ્રેણીથી (અગ્યારમે ગુણઠાણેથી) પડેલો પણ કોઈ જીવ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે, અને ત્યારપછી અવશ્ય મિથ્યાત્વનો ઉદય થવાથી તે મિથ્યાદ્રષ્ટિ થાય છે.
( સખ્યત્વ નું સ્વરૂપ ) સમ્યકત્વ બે પ્રકારે છે. ૧ પૌગલિક ર અપૌદગલિક મિથ્યાત્વ સ્વભાવને દુર કરીને સમ્યકત્વ પુંજગત પુગલના વેદન સ્વરૂપ ક્ષાયોપથમિક પૌલિક ૧. | સર્વથા મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ-પેજ પુગલોના ક્ષય ઉપશમથી સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલ કેવલ જીવપરિણામરૂપ
૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org