________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ આશ્રિય ઉદયને રોકેલ, અને શુદ્ધ પુંજ આશ્રિત્યે ફરીથી મિથ્યાત્વ સ્વભાવને ત્યાગ કરેલ તે ઉદીરણા પામેલ મિથ્યાત્વના ક્ષયથી, અને અનુદિરણા પામેલના ઉપશમથી નિષ્પન્ન જે સમ્યકત્વ, તે ક્ષાપોયથમિક સમ્યકત્વ કહેવાય છે. આ શુદ્ધ પુંજ લક્ષણ મિથ્યાત્વ પણ અતિ સ્વચ્છ આકાશ, પટેલ દ્રષ્ટિને ન ઢાંકે તેમ યથાવસ્થિત તત્વરૂચિને આચ્છાદન કરવાવાળું ન થાય, માટે ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. શંકા કોઈ કહે કે ઔપશમિક સમ્યકત્વ, અને ક્ષાયોપથમિક સમ્યકત્વમાં વિશેષપણું શું ? કારણ કે બન્નેમાં વિશેષપણ નથી. ઉત્તર મિથ્યાત્વ ક્ષીણ અનુદિત ઉપશાંત અત્ર ઉચ્ચતે વિશેષપણું છે. તે સાંભળો ક્ષાયોપથમિકમાં મિથ્યાત્વ વિપાકનો અનુભવ નથી, પણ ભસ્મથી ઢાંકેલ અગ્નિ સંબંધિ ધૂમાડાની રેખાના પેઠે, પ્રદેશથી અનુભવ છે, અને ઔપશમિકમાં તો વિપાકથી અને પ્રદેશથી પણ સર્વથા પ્રકારે મિથ્યાત્વનો અનુભવ નથી જ. ઇતિ ઔપથમિકં.
૪. તથા પૂર્વોક્ત. ઔપથમિક સમ્યકત્વને વમન સમયે તેના આસ્વાદનરૂપવાળું, સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે. ઔપશમિકથી પડતો હજી મિથ્યાત્વ પામ્યો નથી, ત્યાં સુધી સાસ્વાદન કહેવાય છે.
૫. તથા ક્ષપકશ્રેણીને પામેલાયે ચાર અનંતાનુબંધિ તથા મિથ્યાત્વ અને મિશ્ર આ બે ક્ષય કર્યો છતે, ક્ષાયોપથમિક લક્ષણ શુદ્ધ પુંજે, ક્ષીણ કરવા માંડયે છતે તે સંબંધિ છેલ્લા પુગળને ક્ષીણ કરવા ઉઘુક્ત થયે છેલ્લા પુદ્ગલેને વેદવારૂપ જે સમ્યકત્વ તે વેદનક કહીયે, વેદક સમ્યકત્વ પછી અવશ્ય ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
હવે તે પાંચ સમ્યકત્વનો કાળ સમયને કહે છે. ૧ ઔપશમિકની સ્થિતિ ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્તની
(૧૦૬)
૧૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org