________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અભિલાષા રાખવી, તેના ૪ ભેદ છે. ૧ વિધિ સેવા ૨. અતૃપ્તિ. ૩ શુદ્ધ દેશના ૪. અલિત પરિશુદ્ધિ.
૩ પ્રજ્ઞાપનિયપણું-આગમમાં કહેલી યુક્તિયો વડે કરીને બીજાને સમજાવવાપણું તે
૪ ક્રિયામાં અપ્રમાદ-સાધુ માર્ગની ક્રિયા કરવામાં મદ્ય, વિષમ કષાય, વિકથા, નિદ્રા, એ પાંચ પ્રમાદ રહિત સંયમ પામવું.
૫ શકય અનુષ્ઠાનનો આરંભ શરીરની શક્તિ અનુસારે જે અનુષ્ઠાન (તપ, જપ, ક્રિયા) ઘણો લાભ આપનાર અને ઓછું નુકશાન આપનાર હોય તેવો આરંભ તે.
૬ ભારે ગુણાનુરાગચરણ સિત્તરી, તથા કરણ સિત્તરીમાં, તથા આગમમાં વર્ણવેલા મૂળગુણ અને ઉત્તર ગુણમાં પ્રિતિ શુદ્ધ ચારિત્રીયાને હોય.
૭. ગુરૂ આજ્ઞાનું પૂર્ણપણે આરાધન, ગુરૂના ચરણની સેવામાં લાગેલો રહીને ગુરૂની આજ્ઞા આરાધવામાં તત્પર રહે અને ચારિત્રનો ભાર ઉપાડવામાં તત્પર હોય સમર્થમાન હોય.
સમકિત પામવાના કરણો-જે ગ્રંથી સુધી આવવું તે પહેલું યથાપ્રવૃત્તિકરણ છે.
ગ્રંથીને ભેદતાં બીજું અપૂર્વ કરણ હોય છે.
જેની સમીપે સમ્યકત્વ રહેલું હોય છે તે ત્રીજું અનિવૃત્તિ કરણકહેવાય છે. હોય છે.
આ અંતકરણ કરવાથી મિથ્યાત્વ મોહનીય કર્મની સ્થિતિના બે ભાગ થાય છે, એક અંતકરણની નીચેની પહેલી સ્થિતિ અંતર મુહૂર્તની, અને બીજી તેની ઉપરલી બાકી રહેલી સર્વ સ્થિતિ છે, તેમાં પહેલી સ્થિતિ રહેલા મિથ્યાત્વના દળિયા જ્યારે આ જીવ વેદી નાખે
૧૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org