________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ઈષત ઉપરિતન કોટયા સમુછિત છે. સૌધર્મ ઉપર બહુ યોજનોને અતિક્રમણ કરીને સમશ્રેણી વ્યસ્થિત સનકુમાર કલ્પ સૌધર્મના પેઠે રહેલ છે. એ પ્રકારે ઇશાનના ઉપર માહેદ્ર ઉપરિતન સમુચ્છિત કોટી ઇશાનના પેઠે. સનકુમાર મહેન્દ્રના ઉપર બહુ યોજનોને અતિક્રમણ કરીને મધ્યવર્તિ સકળ ચંદ્રમાના આકારવાળો બ્રહ્મલોક નામનો કલ્પ છે. ઇંડાં લોક શબ્દનું ગ્રહણ કરવાપણું છે, તે લોકાંતિક દેવની પ્રતિપ્રતિ માટે છે. તે દેવો નિશ્ચય નિરંતર જિનેંદ્ર જન્માદિ પ્રલોકન તત્પર રહેલા શુભ અધ્યવસાયવાળા વસે છે. એ પ્રકારે ઉપરા ઉપર લાંતક, માહાશુક્ર, સન્નાર, ત્રણ દેવલોકો જાણવા. ત્યારબાદ બહુ યોજનને અતિક્રમણ કરીને સૌધર્મ, ઇશાન, બે કલ્પોના પેઠે તેના ઉપર સમશ્રેણી વ્યવસ્થિત સનકુમાર માહેંદ્રવત્ આરણા, અશ્રુત કલ્પો છે. એવી રીતે ૧૨ કલ્પો છે. તેના ઉપર નવરૈવેયક છે. તેના ઉપર પાંચ અનુત્તર માહા વૈમાનો રહેલાં છે. લોક પુરૂષને ગ્રીવા, ડોકનાઆભરણભૂત રૈવેયકો રહેલા છે. જેમ જેમ ઉપર ઉપર જાય તેમ તેમ દેવતાઓ, દેવલોકો વગેરેની સ્થિતિ, પ્રભા રૂપ, સુખ, અવધિ, આયુષ્ય, વિગેરે વિશેષે દેવતાઓનું હોય છે.
( દેવતાઓનો અવધિ વિષય :) સૌધર્મ ઇશાન દેવલોકના દેવો અવધિ વિષયથી નીચે રત્નપ્રભા દેખે છે. તથા તિર્યમ્ અસંખ્યાતા દ્વિપસમુદ્રોને દેખે છે ઉંચે પોતાના ભવનથી સર્વે ઉપરના દેવોને દેખે છે. વિમાનના સ્તૂપના અગ્ર ભાગથી.
સનકુમાર, માહેંદ્ર, અવધિવડે કરી નીચે શર્કરા પ્રભા દેખે છે. તિર્ય, બહુત્તર, અસંખ્યાતા દ્વિપસમુદ્રોને દેખે છે. ઉંચે પ્રથમના કરતાં વધારે દેખે છે. એવી રીતે સર્વત્ર જાણવું.
૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org