________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીની છે. તે ઇશાન કલ્પવાસી દેવોની દેવાંગનાઓ છે તેમ જાણવું, તેમાં અપગૃહિતા વેશ્યા સ્થાનીયા નીચેના કલ્પમાંઉત્પન્ન થયા છતા પણ ઉપરના કલ્પોમાં જાય છે. તે તે દેવલોકવાસી દેવોના પ્રભાવથી જ જાય છે.
સૌધર્મ પરિગૃહિતા દેવીયોની સ્થિતિ જઘન્યથી એક પલ્યોપમ ઉત્કૃષ્ટ સાત પલ્યોપમની અપરિગૃહિતાની જઘન્ય સ્થિતિ પલ્યોપમની ઉત્કૃષ્ટ પચાશ પલ્યોપમની જાણવી.
ઇશાન કલ્પે પરિગૃહીતાની જઘન્ય સ્થિતિ સાતિરેક પલ્યોપમની ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની.
અપરિગૃહિતા દેવીયોની સ્થિતિ જઘન્યથી સાતિરેક પલ્યોપમની ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની.
અસુરકુમારીનું આયુષ્ય સાડા ચાર પલ્યોપમનું છે.
નાગકુમારી આદિ, સર્વ ભવનવાસી દેવીયોનું આયુષ્ય ઉત્કૃષ્ટ દેશોન પલ્યોપમનું છે.
વ્યંતરીઓનું આયુષ્ય ઉત્કૃષ્ટ અર્ધ પલ્યોપમનું છે.
જ્યોતિષિની દેવીયોનું આયુષ્ય ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમ અને પચાસ હજાર વર્ષનું.
(શ્રી જિન સ્પી મુનિ ) * જિનકલ્પીપણું ઇચ્છનાર, પ્રથમ સાધુ સમુદાયથી બહાર નીકળે, ત્યારબાદ પૂર્વે વિરોધ કરેલા સબાલવૃદ્ધ યથોચિત સર્વ સંઘને અત્યંત ખમાવે, પછી કહે કે હું નિષ્કષાયી થઇને, નિઃશલ્ય થઇને ખમાવું છું. ત્યારબાદ પોતાના કાર્યમાં તત્પર થાય.
છેલ્લી એક રાત્રીની પ્રતિમાનું વહન કરનાર ભિક્ષુ, ત્રણસ્થાન ઉપાર્જન કરે.
૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org