________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભોગવવાના કામમાં આવે છે. સૌધર્મે ત્રીશ પલ્યોપમથી અધિક ચાલીશ પલ્યોપમ સુધીની જે દેવીયોની સ્થિતિ છે. તે દેવીયો આનત કલ્પવાસી દેવોને ભોગવવાના કામમાં આવે છે.
સૌધર્મે ચાલીશથી અધિક પચાશ પલ્યોપમના કાળ સુધીની જેદેવીયો છે. તે દેવીયો આરણ કલ્પવાસી દેવોને ભોગવવાના કામમાં આવે છે.
ઇશાન કલ્પને વિષે પલ્યોપમથી અધિક પંદર પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવીયો જે હોય છે, તે માહેંદ્ર કલ્પવાસી દેવોને ભોગવવા કામમાં આવે છે.
ઈશાન કલ્પે જે દેવીયોની સ્થિતિ પંદર પલ્યોપમના કાળથી પચીશ પલ્યોપમ સુધીની છે, તે દેવીયો લાંતક દેવલોકના દેવોને ભોગવવા કામ આવે છે.
ઇશાન કલ્પને વિષે જે દેવીયોની સ્થિતિ પચીશ પલ્યોપમથી અધિક પાંત્રીશ પલ્યોપમ સુધીની છે, તે દેવીયો સહસ્ત્રાર દેવલોકના દેવોને ભોગવવા માટે કામમાં આવે છે.
ઇશાન કલ્પને વિષે જે દેવીયોની સ્થિતિ પાંત્રીશ પલ્યોપમથી અધિક પીસ્તાલીશ પલ્યોપમ સુધીની છે તે દેવીયો પ્રાણત કલ્પવાસી દેવોને ભોગવવા માટે કામમાં આવે છે.
ઇશાન કલ્પે જે દેવીયોની સ્થિતિ પીસ્તાલીશથી અધિક પંચાવન પલ્યોપમ સુધીની છે, તે દેવીયો અશ્રુત કલ્પવાસી દેવોને ભોગવવાના કામમાં આવે છે.
જે દેવીયોની એક પલ્યોપમથી સાત પલ્યોપમ સુધીની સ્થિતિ છે, તે સૌધર્મ દેવલોકવાસી દેવોની દેવાંગનાઓ છે, તેમ જાણવું.
ઇશાન કલ્પને વિષે જે દેવાંગનાઓની સ્થિતિ સાતિરેક
69
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org