________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ બાંધેલા કર્મથી ચાકર યોગ્ય કાર્ય કરવાવાળા.
કિલ્બિષિયા-અંત્યસ્થાનિયા, ચાંડાલાદિકના પેઠે કર્મ કરવાવાળા.
(અસુર મારાદિ ) કુમારો-કુમારની પેઠે તેઓ મનોહર દર્શનવાળા, તથા સુકુમારા, તથા મુદુ મધુર લલિત ગતિવાળા તથા ઉત્તમ પ્રકારના શૃંગારથી ઉત્તમ રૂપ, વિક્રિયાવાળા હોય છે. તથા કુમારના પેઠે ઉદ્ધત રૂપ, વેષ, આભરણ, ભાષા, પ્રહરણ, ચરણપાત, વાહન, યુક્ત હોય છે, તથા કુમારના પેઠે ઉત્કટ રાગવાળા તથા ક્રિડા કરવામાં તત્પર એવા અસુરકુમાર આવાસને વિષે રહેનારા હોય છે. તેમના આવાસો કાયમાન સ્થાનવાળા, માહામંડપવાળા, તથા નાના પ્રકારના રત્નોની પ્રભાવડે કરી દિત ચંદ્રોદયવાળા હોય છે. કદાચિત ભવનને વિષે પણ રહે છે. તેમના ભવનો બાહિરથી ગોળ આકારવાળા, તથા અંતર મધ્યે ચાર ખુણાવાળા, નીચે કમળકર્ણિકા સંસ્થાનવાળા હોય છે.
તે આવાસો, ભવનો ક્યાં છે તે સંબંધી વિચાર : હજાર યોજનના અવગાદિપણાથી માહામંદર કહેલો છે. તેની દક્ષિણ દિશાને વિષે તિર્યમ્ બહુ યોજન લક્ષ કોટા કોટીને વિષે આવાસો રહેલા છે. ભવનો દક્ષિણાધિપતિ ચમરાદિકના, તથા ઉત્તરાધિપતિ બલીંદ્રાદિકનાઆર્ષે, રત્નપ્રભાના બાહુલ્યપણાથી ઉચે નીચે હજાર હજાર યોજન મુકી મધ્યે ૧ લાખ ૭૮ હજાર યોજનને વિષે કુસુમના પ્રકરણના પેઠે સર્વ ઠેકાણે ભવનો રહેલા છે.
અસુરકુમારો ૧૦ પ્રકારના : ગંભીર તથા ગાઢ શરીરવાળા, તથા શ્રીમંત, તેમજ સર્વાગ સુંદરતાયુક્ત તથા કૃષ્ણવર્મા,
ન ૮૮ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org