________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ एगो जायई जीवो, एगो मरीउण तह उप्पज्जई, एगो भमई संसारे एगोच्चिय पावए सिद्धं ॥१॥
ભાવાર્થ : જીવ એકલોજ ઉત્પન્ન થાય છે તથા મરીને પરલોકને વિષે પણ એકલો જ જાય છે તથા સંસારને વિષે એકલોજ ભમે છે તેમજ કર્મનો અંત કરી નિશ્ચય મુક્તિને પણ એકલોજ પામે છે. मृत्योर्बिभे किं मूढ, भीतं मुंचति किं यमः । अजातं नैव गृहणाति, कुरु यत्नमजन्मनि ॥१॥
ભાવાર્થ : હે મૂઢ મરણ થકી તું શું ભય પામે છે? કાળ શું ભય પામેલને છોડી મુકે છે ? અર્થાત્ છોડતોજ નથી. જે ઉત્પન્ન થાય છે તેને કાળ છોડતો નથી માટે ફરીથી જન્મ ધારણ કરવો પડે નહિ તેવા કર્તવ્યો કરવાને વિષે પ્રયત્ન કર. આ ઉપરથી ચોક્કસ સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ જેની છે તેનો જ નાશ છે અને જેની ઉત્પત્તિ હોતી નથી તેનો નાશ કદાપિ કાળે થતો નથી. આ આત્મા જન્મ જરા અને મરણના દુઃખો વૃદ્ધિ પામે તેવા કર્તવ્યો કરવાથી ઉત્પન્ન થઈ મરણને પામે છે, પરંતુ જન્મ જરા અને મરણ વિનાશભાવને સર્વથા પ્રકારે પામે એહવા કર્તવ્યો આત્મા કરે તો ફરીથી જન્મ મરણના દુઃખો ભયો કલેશો આવે નહિ. માટે દરેક મહાનુભાવો કે જેમને વીતરાગના વચનો ઉપર આસ્તા રાખી તેમના કથન પ્રમાણે વૃત્તિ કર્મોનો ઘાત કરી એવી સિદ્ધ દશા મેળવવી કે ફરીથી જન્મ મરણાદિક પ્રાદુર્ભાવને પામી શકે નહિ.
હરીયાળી ) બાઈ હે માં કૌતુક દીઠું, કાણો ડોળો આંખે આંજીરે, બાઈ હે માં કૌતુક દીઠું, હાથી વિછુટો હાથીઓરે. ૧
(૬૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org