________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
જે માણસ ૧૦૦ વર્ષના આયુષ્યવાળો હોય, તથા સુખી હોય, તથા ભોગોને ભોગવનારો હોય, તેવા જીવોને પણ જિનેશ્વર મહારાજે કથન કરેલ ધર્મનું સેવન કરવું તે કલ્યાણકારી છે. તો પછી નિરંતર જે રોગી તથા દુઃખી છે તે માણસને તો અવશ્ય ધર્મનું સેવન કરવું જોઇએ આનંદને પામી ધર્મનું સેવન કરે તે શ્રેષ્ઠ છે અને આનંદને નહિ પામીને પણ ધર્મનું આરાધન કરે, અને વિચારે કે રખેને મને પાપના છાંટા લાગે. જાતિ, કુલ, સારી શિક્ષિત વિદ્યા, માનુષ્યોને તારનાર નથી, પણ પોતાના પુણ્યથીજ સ્ત્રી પુરૂષો વૃદ્ધિને પામે છે. કારણ કે પુણ્યથી ક્ષીણતાથી પુરૂષાકાર નષ્ટ થઈ જાય છે અને પુણ્યની વૃદ્ધિથીપુરૂષાકાર વૃદ્ધિ પામે છે. પુણ્ય કરવા લાયક કાર્યોનું કરવું તે પુણ્ય કહેવાય છે અને તે પુણ્યકાર્યના કરવાથી પ્રિતિ કરવાવાળા, વર્ણ કરવાવાળા, ધન કરવાવાળા, યશ કરવાવાળા, અને કિર્તિ કરવાવાળા થાય છે. ઈહાં ધર્મનું વિવેચન કરવું, પુન્ય કર્મની પુષ્ટિનું વ્યાખ્યાન કરવું. વળી ધર્મ કર્મ કરવામાં પ્રમાદયુક્ત થઈ આવી વિચારણા ન કરવી કે ઘણા સમયો, ઘણી આવળીઓ, ઘણા ક્ષણો, ઘણા શ્વાસોશ્વાસો, ઘણા સ્તોકો, ઘણા લવો, ઘણા મુહુર્તી, ઘણા દિવસો, ઘણી રાત્રિઓ, ઘણા રાત્રિ દિવસો, ઘણા પક્ષો, ઘણા માસો, ઘણી ઋતુઓ ઘણા અયનો ઘણા સંવત્સરો, ઘણા યુગો, સો વર્ષ હજાર વર્ષ લાખ વર્ષ કોટી વર્ષ કોટાકોટી વર્ષ હજીતો બહુ કાળ બાકી છે. તો તેમાં અમો બહુ શીયળ, બહુ વ્રત બહુ ગુણો, બહુ પ્રત્યાખ્યાનો, બહુ પૌષધોપવાસો બહુ ધર્મકર્મ, બહુ કરશું, બહુ આદરશું, બહુ આચરશુ આવી ભાવના ન રાખવી, કારણકે અંતરાય કર્મની પ્રબળતાથી આ જિવિતવ્ય ભરપુર ભરેલું છે, વળી ઘણા વાત, પિત્ત, કફ, શ્લેષ્મ, સન્નિપાતાદિક વિવિધ પ્રકારના રોગો જીવિતવ્યને સ્પર્શિ જલ્દીથી આયુષ્યની પુર્ણાહૂતિ કરે છે. કાળે મહાપુરૂષોને પણ છોડેલા
૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org