________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ભાવાર્થ : આર્જવ-માર્દવ સંયુકત તથા ક્રોધ માન માયા લોભ રહિત તથા ન્યાયસંપન્ન તથા સરલ અને ભદ્રિક પરિણામી તથા સાધુઓના ગુણગાન કરનાર તથા વિશેષમાં દેવ ગુરૂ ધર્મનો ઉપાસક જીવ ઈંડાંથી મરણ પામી મનુષ્ય ગતિમાં જાય છે. तव संयम दाण रओ, पगई भद्दो किवालू य । गुरु वयण रओ निच्चं, मरीओ देवंमि सो जायई ६
ભાવાર્થ : તપ સંયમ દાનને વિષે રક્ત રહેલો, તથા સ્વભાવથીજ ભદ્રક પ્રકૃતિવાળો તથા દયાળુ તથા ગુરૂ મહારાજના વચનને વિષે આસકત ચિત્તયુક્ત નિરંતર રહેલ એહવો જીવ મરીને દેવલોકને વિષે જાય છે. अट्टण तिरिय गई, रुद्दझाणेण जम्मए नरयं । धम्मेण देवलोए, सिद्धिगई सुक्कझाणेण ॥७॥
ભાવાર્થ : આર્તધ્યાન કરનાર મરીને તિર્યંચ ગતિમાં જાય છે. તથા રૌદ્ર ધ્યાન કરનાર માણસ મરીને નરકને વિષે ગમન કરે છે. તથા ધર્મ ધ્યાન કરનાર જીવ દેવલોકને વિષે જાય છે તથા શુકલ ધ્યાનને ધારણ કરનાર જીવ મુક્તિને વિષે ગમન કરે છે. अशनं मे वसनं मे, जाया मे बंधुवर्गों मे, इति मे मे कुर्वाणं, कालवृको हंति पुरुषाजम् ॥१॥ | ભાવાર્થ : જેમ મેં મેં શબ્દને કરનાર બકરાને વરૂ ચિતો વિગેરે હિંસક પ્રાણિ મારીને ઠાર કરે છે તેમજ આ ભોજન મહારૂં છે તથા આ વસ્ત્ર મહારૂં છે તથા આ સ્ત્રી મહારી છે તથા આ બંધુવર્ણ મહારો છે. ઇત્યાદિક પ્રકારે મેં મેં મારું મારું કરતા પુરૂષ રૂપી બકરાને આ કાળરૂપી વરૂ હિંસક પ્રાણી મારી નાખે છે.
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org