________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ક્રોધ-માન માયા લોભ રાગ દ્વેષાદિક અહંતા મમતાને પોતાનાં કરી જાણવા નહિ, પરંતુ સંસારની વૃદ્ધિ કરનાર જાણવા.
નિંદા વિકથા વાડી વિશ્વાસઘાત પ્રપંચાદિકોને સ્વપ્રને વિષે પણ આદરમાન દેવો નહિ.
ગુણીના ગુણો દેખી રાજી થવું, અને પોતે તેવા ગુણો ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરવો. - નિર્ગુણીને હિત શિક્ષા દેવી, ન માને તો મૌનવૃત્તિ ધારણ કરી વિચારવું કે અરેરે ! આ બિચારા પામર પ્રાણીની પરલોકને વિષે શી દશા થશે.
પાપસ્થાનોનો પરિહાર કરવો. નિર્માલ્યને પગથી સ્પર્શ કરવો નહિ.
અંત્યજ લોકોના પડછાયાથી સદા દૂર રહેવું તેમજ તેમના જોડે ખાન પાનનો વ્યવહાર ધારણ કરી, પોતાની જાતિ તથા ધર્મથી ભ્રષ્ટ થવું નહિ.
પારકાનું અહિત કરવાનું પ્રાણાંતે પણ ચિંતવન કરવું નહિ.
શુદ્ધ દેવનું ધ્યાન કરી નિરંતર તેમની પૂજા ભક્તિ કરવામાં તત્પર રહેવું.
તે વીતરાગ દેવની આજ્ઞાનું તથા તેમના વચનોનું તથા તેમના સિદ્ધાંતોનું તથા તેમના માર્ગનું કદાપિ કાલે ઉત્થાપન કરવું નહિ. તેમજ વીતરાગ દેવ શિવાય અન્યને વંદન નમન સ્તવન પૂજન વિગેરેથી પૂજવા નહિ.
કંચન કામિનીના ત્યાગી ગુરૂનું બહુમાન કરી તેમની જ ઉપાસના કરવી, અને તેમના વચનોનું કદાપિ ઉલ્લંઘન કરવું નહિ.
શુદ્ધ જીવ દયામય ધર્મનું આરાધન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org