________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
ઉત્તર-હે ગૌતમ ! ગર્ભગત જીવ સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તિ ભાવને પામેલ હોય, વૈક્રિય લબ્ધિવાળો હોય, અવધિજ્ઞાન લબ્ધિવાળો હોય, તે તથારૂપ શ્રમણના પાસે માહણના પાસે એક, આર્ય, ધર્મયુક્ત સારું વચન સાંભળી તીવ્ર સંવેગથી, તીવ્ર જેને ધર્મરાગ ઉત્પન્ન થયેલ છે, એટલે કે ધર્મને વિષે દ્રઢ, તીવ્ર અનુરાગ ઉત્પન જેને થયેલો છે, તેવો આ જીવ ધર્મનો કામી, પુન્યનો કામી, સ્વર્ગનો કામી, મોક્ષનો કામી, ધર્મકાંક્ષિત, પુન્ય કાંક્ષિત, સ્વર્ગાક્ષિત, મોક્ષકાંતિ, ધર્મપિપાસિત, પન્યપિપાસિત સ્વર્ગપિપાસિત, મોક્ષપિપાસિત, તતચિત્ત,તન્મના, તલ્લેશ્ય, તદધ્યવસિત, તત્ તીવ્ર અવસાન, તદર્પર્પિત કરણ તદર્થોયુક્ત, તભાવના ભાવિતિ, એવે અવસરે જો ગર્ભગત જીવ કાળ કરે તો, દેવલોકને વિષે ઉત્પન્ન થાય. તે કારણ માટે એમ કહ્યું છે કે હે ગૌતમ ! ગર્ભગત કોઈક જીવ દેવલોકને વિષે ઉત્પન્ન થાય, અને કોઈક જીવ દેવલોકને વિષે ઉત્પન્ન ન થાય.
પ્રશ્ન હે ભગવન્! ગર્ભગત જીવ ચિતો, પડખાભર, આમ્રકુન્જ હોય, વા થાય, વા બેસે, વાંરહે, વા પડખુ ફેરવે, વા આશ્રય કરે, વા માતાના સુતે સુવે, વા માતાના જાગ્યે જાગે, વા માતાના દુઃખે દુઃખી, અને માતાના સુખે સુખી થાય ?
ઉત્તર-હે ગૌતમ ! તે ઊપર પ્રમાણે સર્વ બને. ગર્ભ સ્થિર હોય તો પણ માતા તેનું રક્ષણ કરે છે, અને અનેક પ્રકારના કામકાજ કરતી માતા પોતાના આત્માનું તથા ગર્ભનું રક્ષણ કરે છે, ગર્ભગત જીવને વડીનીતિ, લઘુનીતિ, થુંક, નાસિકાનો મેલ, વિગેરે અસ્થિ, અસ્થિ મજજા, કેશ, સ્મશ્ર, નખ, રોમ, વડે કરી આહાર પરિણમે છે. એટલે કે ઉપરોક્ત તમામ પુષ્ટ થાય છે, વૃદ્ધિ પામે છે. ઉશ્વાસ નિશ્વાસાદિકને પણ પરિણમે પોષે છે. સર્વ પ્રદેશોનું પોષણ થાય છે. પણ કવલાહાર
૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org