________________
"S*ના :
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે. પાણિના કલ્લોલને વિષે ઉત્પન્ન થયેલા પરપોટાના સમાન આ ચંચલ જીવિતવ્ય થકી પ્રાણિયોને સુખ કયાંથી હોય. नियमाणं मृतं बंधु शोचंते परिदेविनः आत्मानं नानुशोचंति, कालेन कवलीकृतम् ॥१॥ - ભાવાર્થ : અજ્ઞાન દશાની અંદર અંધત્વ ભાવને પામેલા અને ખેદાદિકને ધારણ કરી આર્તધ્યાનના અંદર મગ્ન થયેલા મૂઢ માણસો મરવાની તૈયારી કરેલ તેમજ મરણ પામેલ બંધવને વિશેષમાં સ્ત્રી, પુત્ર, માતાપિતા પરિવાર બાળબચ્ચાસ્વજન કુટુમ્બવર્ગને શોચે છે. પરંતુ કાળરાજાએ કોળીયો કરેલ પોતાના આત્માને શોચ કરતા નથી. ગમાર માણસને પરની ચિંતા થાય છે પરંતુ પોતાના આત્માને પણ ક્ષણમાત્રમાં ભક્ષણ કરવા માટે કાળે ફાળ મારેલી છે, તેનો લવલેશ માત્ર શોચ કરવામાં આવતો નથી. આ પામર આત્માનું મૂર્ખત્વપણું સ્પષ્ટ પણ બતાવી આપે છે.
દુનિયામાં જે જીવો ઉત્પન્ન થાય છે અને તે જીવોનું આયુષ જેટલા પ્રમાણવાળું હોય છે તેટલું પૂર્ણ કરી મરણ પામે છે. તેમાં કેટલાએક સ્વઆયુષ પૂર્ણ કરી મરે છે કેટલાએક અર્ધ આયુષે મરે છે, કેટલાએક સ્વલ્પ આયુષે મરે છે તેનું કારણ એ છે કે ઉપક્રમ લાગવાથી મનુષ્યોના આયુષ તુટે છે. વિશેષાવશ્યક બૃહદ્રવૃત્તિમાં કહ્યું છે કે - अज्ज्ञवसाण निमित्ते, आहारे वेयणा पराघाए । फासे आणापाणू, सत्तविह भिज्जए आउं ॥१॥ - ભાવાર્થ : અત્યંત હર્ષ અને વિષાદ (ખેદ) વડે કરીને અત્યંત ચિંતવન કરવું, ચિંતા કરવી તે અધ્યવસાયથી આયુષ્ય ભેદાય છે, ખંડાય છે, વિનાશભાવને પામે છે તેમજ અત્યંત હૃદયનો સંરોધ
૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org