________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તથા કોઈપણ પ્રાણિયે કઠોર-કઠણ મણ ચડાવેલ દોરીવડે કરી શરીર ઉપર પ્રહાર કરવાથી આયુષ્ય ઓછું થાય છે-તુટે છે. ૨, તથા કોઈપણ માણસે શસ્ત્રનો પ્રહાર કરવાથી આયુષ્ય તુટે છે. ૩, તથા કોઈપણ માણસે ગળા વિષે દોરડું બાંધી ફાંસો ખાવાથી આયુષ્ય તુટે છે જ, તથા કોઈપણ માણસ અગ્નિના અંદર પડવાથી તેમજ નિદ્રાધિન થયે છતે અકસ્માત અગ્નિ પ્રગટ થવાથી બળી જવાથી આયુષ્ય તુટે છે. ૫, તથા કોઈપણ માણસ પાણિમાં પડવાથી અર્થાત્ કુવા, વાવ, તળાવ, સરોવર, નદી, સમુદ્ર દ્રહાદિકના અગાધ જળને વિષે પડવાથી આયુષ્ય તુટે છે. ૬, તથા કોઈપણ માણસને કોઈ છળભેદકપટથી ઝેર આપે તેથી તેમજ કોઈપણ પ્રકારના શોક સંતાપથી ઝેરનું ભક્ષણ કરવાથી આયુષ્ય તુટે છે ૭, તથા કોઈપણ પ્રાણિને દુષ્ટ સર્પ કરડવાથી તેમજ દુષ્ટ હસ્તિએ ઉપદ્રવ કરવાથી આયુષ્ય તુટે છે ૮, તથા અત્યંત શીતલતા તથા અત્યંત ઉષ્ણતા લાગવાથી આયુષ્ય તુટે છે. ૯, તથા કોઈ પણ પ્રકારે ચિંતા આર્તધ્યાન થવાથી આયુષ્ય તુટે છે. ૧૦, તથા કોઈપણ પ્રકારનો ભય ઉત્પન્ન થવાથી, હૃદય ફાટી જવાથી આયુષ્ટ તુટે છે. ૧૧, તથા અત્યંત ક્ષુધા લાગવાથી તેમજ ક્ષુધા સહન કરવાથી આયુષ્ય તુટે છે. ૧૨ તથા અત્યંત તૃષા લાગવાથી તેમજ પાણિનો યોગ નહિ મળવાથી આયુષ્ય તુટે છે. ૧૩ તથા અત્યંત વ્યાધિઓ શરીરને વિષે થવાથી આયુષ્ય તુટે છે. ૧૪ લઘુનીતિ, વડીનીતિ, અતિશય રોકવાથી આયુષ્ય તુટે છે, આહારને ભક્ષણ કરેલ હોય તે ભોજન પાચન થયા સિવાય વારંવાર બહુ ભોજન કરવાથી અજીર્ણ વિસુચીકા થવાથી આયુષ્ય તુટે છે. ૧૫, તથા જેમ ચંદનને ઘસે તેમ કોઈ પણ માણસને ઘસવાથી આયુષ્ય તુટે છે તેમજ કોઈ પણ માણસ ગાઢ સંકડાશવાળી જગ્યામાં ફસાઈ જવાથી આયુષ્ય તુટે
પ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org