________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તથા અત્યંત ક્રોધ કરનાર તથા કડવા વચનો બોલનાર આવા લક્ષણોને ધારણ કરનાર માણસ નરકથી આવેલ હોય છે. ईर्ष्यालु व संतुष्टः माया लुब्धः क्षुधाधिकः । मूर्छा सुप्तोलसश्चैव, तिर्यग् योन्यागतो नरः ॥३॥
ભાવાર્થ : ઈર્ષાળુ તથા સંતોષ વિનાનો તથા માયા કપટી તથા લુબ્ધ તથા ક્ષુધાતુર તથા મૂર્છાવાળો તથા સુઈ રહેનાર તથા આળસુ આવા લક્ષણોયુક્ત માણસ તિર્યંચ યોનિમાંથી આવેલ હોય છે. नास्ति लोभो विनितश्च, दयादानरुचित्तम॒दुः, प्रशस्तवदनश्चैव, मनुष्यादागतको नरः ॥४॥
ભાવાર્થ : લોભરહિત તથા વિનયવાન તથાદયાદાનની રૂચીવાળો તથા કોમળ તથા પ્રશસ્ત મુખવાળો, આવા લક્ષણોયુક્ત માણસ મનુષ્યગતિથકી આવેલ કહેવાય છે. તથા કેવો જીવ કયા પ્રકારના આયુષ્યના બંધને નાખી કઈ ગતિમાં જાય છે તે કહે છે
कूटसाक्षी पराघाती परापवाद जल्पकः । मृषावादी फल्गुवाची, सर्वथा नरकं व्रजेत् ॥१॥ - ભાવાર્થ : જૂઠી સાક્ષી પૂરનાર તથા પરનો ઘાત કરનાર તથા પરનો અપવાદ બોલનાર તથા જુઠું બોલનાર તથા ખરાબ વચનો બોલનાર સર્વથા પ્રકારે નરકને વિષે જ ગમન કરે છે. मिथ्यादृष्टिः कुशीलश्च महारंभ परिग्रहः पापः क्रूरपरिणामो, नरकायुर्नीबंधकः ॥२॥
ભાવાર્થ : મિથ્યાદ્રષ્ટિ તથા કુશીલ તથા મહાઆરંભ કરનાર અને મહા પરિગ્રહને ધારણ કરનાર તથા કુર પરિણામવાળો માણસ નરકના આયુષ્યને બાંધે છે.
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org