________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ થવાથી જીવ મરણ પામે છે તથા રાગ, સ્નેહ, ભય આ ત્રણ પ્રકારના ભેદથી અધ્યવસાય ત્રણ પ્રકારે કહેલ છે અને તેથી આયુષ્ય ઓછું થાય છે. જેમ એક કોઈક પુરૂષ રૂપાળો હતો. તે તૃષાતુર હોવાથી પાણીના પાન કરવા નિમિત્તે કોઈ જલાશયને વિષે આવ્યો, ત્યાં પાણિનું પાન કરી ત્યાંથી નિવૃત્ત થયા છતાં પણ કોઈક સ્ત્રી તેના રૂપને નિહાળતી જોતી, રાગના અધ્યવસાયથી તુરત પ્રાણ થકી મુક્ત થઇ. ૧ તથા કોઈક સ્ત્રીનો સ્વામી પરદેશને વિષે ગયેલો હતો. તે જીવતો હતો છતાં પણ કોઈક માણસે અસત્ય પ્રલાપ કરી તેની સ્ત્રીને કહ્યું કે તારો સ્વામી મરણ પામ્યો તે વાર્તા શ્રવણ કરવાથી તે સ્ત્રી સ્નેહના પરવશપણાથી તુરત મરણ પામી તથા તેનો સ્વામી પણ સ્ત્રીના મરણની વાર્તા સાંભળવાથી મરણ પામ્યો. ૨.
હવે નિમિત્તમાત્ર પામીને આયુષ્ય ભેદાય છે એમ કહ્યું તો તે નિમિત્તો કયા પ્રકારના છે અને કેટલા પ્રકારના કયા કયા છે તે કહે છે - दंड कस सत्थ रज्जू, अग्गी उदगपडणं विसं वाला सीउण्हं अरइ भयं, खुहा पिवासा य वाही य ॥१॥ मुत्त पुरीस निरोहे, जिन्न जिन्नेय भीयणे बहुसो, घंसण घोलण पीलण, आउस्स उवक्कमा एए ॥२॥
ભાવાર્થ : દંડ, કશા, શસ્ત્ર, રજજુ, અગ્નિ, પાણિમાં પડવું, વિષ, વ્યાલા, શીતોષ્ણ, અરતિ, ભય, ક્ષુત, પિપાસા, વ્યાધિ, મુત્ર તથા પુરીષનો રોધ, જીર્ણાજીર્ણ ભોજન, બહુશ ઘર્ષણ, ઘોલન અને પીડન એ પ્રકારે ઉપક્રમો લાગવાથી આયુષ્ય તુટે છે.
વિવેચન : કોઈપણ પ્રાણિયે પ્રહાર કરવાથી તે પ્રહાર શરીરના સુકુમાલ ભાગ ઉપર પડવાથી આયુષ્ય ભેદાઈ જઈ તુટી જાય છે ૧,
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org