________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ અનંતા તીર્થંકર મહારાજાઓ તથા અનંતા ગણધર મહારાજાઓ તથા અનંતા કેવલજ્ઞાનિ મહારાજાઓ તથા અનંતા શ્રુતકેવલી મહારાજાઓ તથા અનંતા પૂર્વધર મહારાજાઓ તથા અનંતા મનનાણી તથા અનંતા અવધિજ્ઞાનિ તથા અનંતા લબ્ધિધરો તથા અનંતા જંઘાચારણ તેમજ વિદ્યાચારણ મુનિ મહારાજાઓ તથા અનંતા યુગપ્રધાનો અને અનંતા પ્રભાવીક મુનિમહારાજાઓ તેમજ અનંતા ચક્રવર્તિઓ તથા અનંતા બલદેવો તથા અનંતા વાસુદેવો તથા અનંતા પ્રતિવાસુદેવો તેમજ અંનતા નારદો તથા અનંતા તપસ્વીયો તથા અનંતા ઋષિયો અને અનંતા એકાંત ધર્મિષ્ટ માણસો તથા અનંતા દાની માની યશસ્વી તેજસ્વી ઓજસ્વી મહાનુભાવો તેમજ અનંતા જગતના જીવોને આ કુટિલ કાળે ભક્ષણ કરેલ છે તે જગ જાહેર તેમજ ઇતિહાસ જાહેર અને શાસ્ત્ર જાહેર છે. અને તેનાથી સિદ્ધ થાય છે કે દરેક જીવને એક દિવસ કાળ ભક્ષણ કરશે તે નિર્વિવાદ છે. આવું જાણી દરેક મહાનુભાવોને સંસારની વ્યર્થ જાળ છોડી આત્મહિત કરી લેવું શ્રેયસ્કર
છે.
आयुर्वर्षशतं नृणां परिमितं रात्रौ तदर्धं गतं, तस्यार्धस्य परस्य चार्धमपरं बालत्ववृद्धत्वयोः, शेषं व्याधि वियोग दुःख सहितं सेवादिभिर्नीयते, जीवे वारि तरंग बुद्बुद्समे सौख्यंकुतः प्राणिनाम् ॥१॥ | ભાવાર્થ : મનુષ્યોના આયુષ્યનું પ્રમાણ સો વર્ષનું કરેલું છે. તેમાંથી અર્ધ આયુષ્ય તો રાત્રિને વિષે જાય છે અને તે અર્ધ બાકી રહેલ આયુષ્યમાંથી અર્ધ આયુષ બાલ્ય અવસ્થાને વિષે તેમજ અર્ધવૃદ્ધા અવસ્થાની અંદર જાય છે, બાકી શેષ રહેલ આયુષ વ્યાધિ વિયોગ દુઃખાદિકના અંદર તથા પરની સેવા ચાકરી કરવાથી વ્યતીત થાય
૫૩.
ભાગ-૪ ફર્મા-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org