________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ આ સર્વનોજ પ્રસાદ છે. • ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને વિષે અનેક સત્યવંત મહાપુરૂષો અને મહા સતીમાતાઓએ અનેક પ્રકારના કષ્ટને સહન કરેલા છે તે સર્વ કર્મનો પ્રસાદ છે. માટે કર્મ શિવાય જગતમાં કોઈ પણ મહાનું નથી.
(ાળનું સ્વરૂપ)
સર્વને જીતી શકાય છે પરંતુ કાળને જીતવો મહાન મુશ્કેલ છે. માણસ ગમે તે પ્રકારની વિપત્તિને ભોગ થઈ પડેલો હશે, તો તેને દાન માન પૈસા વસ્તુ પાત્ર અને યુક્તિ પ્રયુક્તિ તેમજ સહાય કરીને વિપત્તિ થકી મુક્ત કરી શકાશે પરંતુ કાળને આધિન થયેલ જીવને કોઈપણ છોડાવનાર છે જ નહિ. અનાદિકાલ થકી અનંત ભવોને વિષે ભમતા ભટકતા આ જીવે અનંતા રાત્રિ દિવસો અનંતા પક્ષો અનંતા માસો અનંતી ઋતુઓ અનંતા વર્ષો અને અનંતા યુગો છોડયા પરંતુ આ આત્માનો કોઈ પણ રીતે પાર આવ્યો નહિ કારણ કર્મનો અંત થયો નહિ. સિદ્ધાંતને વિષે કહ્યું છે કે – तित्थयरा गणहारी, सुरवईणो चक्कि केसवा रामा । संहरीया य विहिणा, का गणणा सेसपुरिसाणं ॥१॥
ભાવાર્થ : તીર્થકરો ગણધરો ઇદ્રો ચક્રવર્તિઓ વાસુદેવો અને બલદેવો એવા મહા પુરૂષોને પણ કાળે સંહરણ કરેલા છે તો બીજા પુરૂષોની ગણત્રીજ શી કરવી ?
| વિવેચન : અનાદિકાલ ગયો તેમાં અનંતી ઉત્સર્પિણી અને અનંતી અવસર્પિણી વ્યતીત થયેલ છે. અને તેના અંદર ઉત્પન્ન થયેલા
૫૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org