________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભીખારીને પેઠે રઝળ્યા તે સર્વ કર્મનો પ્રસાદ છે. • નળરાજાએ પણ પોતાના ભાઈ કુબેરનાં સાથે જુગાર રમતા રાજ્યપાટને ગુમાવ્યું તથા દમયંતીને પણ ગુમાવી અને રણવગડામાં દમયંતીને એકલી છોડી દઈ બાર વર્ષ મહાદુઃખ ભોગવ્યું તે સર્વ કર્મનો પ્રસાદ છે. • છપ્પનકુળકોટી યાદવોનો સ્વામિ શ્રીમાન્ કૃષ્ણમહારાજા દ્વારિકાના દાહથી દુઃખી દુઃખી થઈ વગડામાં પાણિ પાણિ મુખેથી એ પ્રકારે ઝંખના કરતો જરાકુમારના બાણવડે કરી મરણ પામ્યો તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સત્ય હરિશ્ચંદ્રરાજા રાજયથકી ભ્રષ્ટ થઈ સુતારા રાણીને વેચી ચંડાળને ઘરે બાર વર્ષ સુધી રહી મસ્તક ઉપર પાણિ વહન કરવા સમર્થમાન થયો અને મહા દુઃખી થયો તે સર્વ કર્મનો પ્રસાદ છે. • સમ્યક્ત્વ ધારિ શ્રેણિક મહારાજા પોતાના પુત્ર કોણિકથી બંધાઈ જઈ કોષ્ટના પિંજરમાં રહી પુત્રથકી મહાદુઃખ પામ્યો તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • દ્રૌપદીએસુકુમાલિકાના ભાવમાં પાંચ પુરૂષની સ્ત્રીપણે ઉત્પન્ન થવાનું નિયાણું બાંધેલ અને તેથી તે પાંચ પાંડવોની સ્ત્રી થઈ તે કર્મનો પ્રસાદ છે. સતી સીતા રાવણ થકી હરણ થઈ તે પણ કર્મનોજ પ્રસાદ છે. દલિવાહન રાજાની પુત્રી ચંદનબાળા પશુના પેઠે ચૌટામાં વેચાણી તે સર્વ કર્મનોજ પ્રસાદ છે તથા કલાવતીના હાથ છેદાણા તથા સતી સુભદ્રા કલંકને પામી તે સર્વ કર્મનો પ્રસાદ છે. • • ચંદ્ર અને સૂર્યને રાત્રિ-દિવસ ગગનમંડળને વિષે પરિભ્રમણ કરવું પડે છે તથા ચંદ્રમાની એક કળા કૃષ્ણપક્ષમાં ઘટતી જાય છે
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org