________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ મહારાજાની ધર્મદેશના શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરી ત્યારબાદ અંતરાય કર્મનો ઉદય થવાથી દ્વારિકા નામની મહા પ્રસિદ્ધ નગરીને વિષે નેમનાથ મહારાજાના પ્રસિદ્ધ શિષ્ય હોવા છતાં પણ તેમજ કૃષ્ણવાસુદેવના પુત્ર હોવા છતાં પણ છ માસ સુધી ગોચરી નિરંતર ફરતાં છતાં પણ શુદ્ધ આહાર પામ્યા નહિ. આ સર્વ કર્મનો પ્રસાદ છે. • આર્યદેશનો આર્યકુમાર અનાર્યદેશમાં જન્મ પામી અભયકુમારે મોકલાવેલ પ્રતિમાજીના દર્શન કરી જાતિસ્મરણ જ્ઞાન પામી આર્યદેશમાં આવી અભયકુમારને મળ્યો અને ભવાંતરમાં મનથકી કરેલી ચારિત્રની વિરાધનાનું ફળ અનાર્ય દેશમાં જન્મ થયો તે છે એમ ધારી વૈરાગ્ય રગિત થઈ દિક્ષા અંગીકાર કરવાની શક્તિ ધારણ કરી. દિક્ષા લેવા તત્પર થતાં હજી ભોગ કર્મફળ બાકી છે માટે શિક્ષા અંગીકાર કરવાનો વિચાર બંધ રાખો. આવી રીતે દેવતાઓએ નિષેધ કરતાં છતાં પણ પૌરૂષવૃતિ ધારણકરી દિક્ષા લીધી અને પાછળથી ભોગ કર્મફળ ઉદય આવવાથી ચોવીશ વર્ષ ઘરવાસ રહેવું પડયું. આવી રીતે આદ્રકુમારને થયું તે સર્વ કર્મનો પ્રસાદ છે. • નંદિષેણ મહામુનિ મહાલબ્ધિવંત હોવા છતાં બાર વરસ સુધી વેશ્યાના ઘરમાં રહેવા સમર્થમાન થયા તે સર્વ કર્મનો પ્રસાદ છે. • ગજસુકુમાલ મહામુનિને પગથી તે મસ્તક પર્યત ખેરના અંગારા ભરાણા અને તેનો તીવ્ર દાહ સહન કરવો પડયો, આ સર્વ કર્મનોજ પ્રસાદ છે. • મેતારક મુનિના મસ્તક ઉપર ચામડાની વાધર વીંટાણી અને તેથી ચક્ષુઓ નીકળી પડી તથા હાડકા ફુટવા માંડયા અને ચામડા તુટવા માંડયા કિંબહુના ! સખત વેદના સહન કરવી પડી. આ સર્વ કર્મનોજ પ્રસાદ છે.
૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org