________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ગોચરી માટે ઘરોઘર ફરતા છતાં પણ ભિક્ષા કયા પ્રકારની અપાય તે નહિ જાણવાથી કોઈક ભગવાનને કન્યા ગ્રહણ કરવાનું કહેવા લાગ્યા, તો કોઈક સુવર્ણ રજત ગ્રહણ કરવાની વિનંતિ કરવા લાગ્યા, કોઇક હીરા માણેક મોતી પન્નાનો ભગવાનના પાસે ઢગલો કરવા લાગ્યા, તો કોઇક હાથીઘોડા, રથ વિગેરે અંગીકાર કરવા માટે પગમાં પડવા લાગ્યા. ભગવાન આદિશ્વરસ્વામિ મહારાજા ઉપરોક્ત સર્વેને અકલ્પનીય જાણી ત્યાગ કરતા ચાલવા માંડયા. આવી રીતે જગત પ્રસિદ્ધ ભગવાન આદિશ્વરસ્વામિ બાર માસ ઘરોઘર ભિક્ષા ફરતાં છતાં પણ આહારને પામ્યા નહિ. છેવટે અંતરાય કર્મના ક્ષીણ થવાથી બાર માસે ભગવાન તક્ષશિલા નગરીને વિષે ગયા. ત્યાં તેમના પુત્ર બાહુબળીજીના પ્રપૌત્ર શ્રેયાંસકુમારે ભગવાનને દેખાતેથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને શેરડીના રસના પ્રાસુક આહારવડે કરી ભગવાનને પ્રતિભાવ્યા શ્રેયાંસકુમારના ગૃહને વિષે વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. શ્રેયાંસકુમારથી જગતમાં દાનનો મહિમા પ્રગટ થયો. તો ભગવાનને તીર્થંકર પદ છતાં પણ બાર માસ સુધી આહાર ન મળ્યો તે સર્વ કર્મનોજ પ્રસાદ છે.
ચરમ તીર્થંકર મહારાજા શ્રીમાન્ મહાવીરસ્વામિ મહારાજા બ્રાહ્મણીની કુખે નીચ કુળે આવ્યા તથા તીર્થંકર પદ છતાં પણ દિક્ષા અંગીકાર કર્યા બાદ બાર વર્ષ અધિક મહા ઘોર અને મરણાંત ઉપસર્ગને સહન કરવાવાળા થયા. તથા દેવ, મનુષ્ય અને તિર્યંચોએ કરેલી અસહ્ય સખત વેદનાના ભોક્તા થયા તથા પગમાં ખીર રંધાણી તેમજ કાનમાં ખીલા ઠોકાણા વિગેરે દુઃખને સહન કરવાવાળા ભગવાન મહાવીર મહારાજા થયા તે સર્વ કર્મનોજ પ્રસાદ છે. • શ્રીમાન્ કૃષ્ણ મહારાજાના પુત્રો ઢંઢણકુમારે નેમનાથ M૪૮
~
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org