________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિશિષ્ટઋષિયે રામ રાજાને પ્રાતઃકાળે રાજયગાદી અર્પણ કરવા માટે શુભ મુહુર્ત આપ્યા છતાં પણ તેજ મુહુર્તે પ્રાત:કાળને વિષે રામ રાજાને વનને વિષે પ્રયાણ કરવું પડ્યું. શાસ્ત્રકાર મહારાજાએ સુયગડાંગને વિષે કહેલું છે કેसंसारभावन्नपरस्स अठ्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उवेय काले, न बांधवा बंधवय उवंति ?
ભાવાર્થ : સંસારના વિષે પ્રાપ્ત થયેલા પ્રાણિયો સ્વજન વર્ગને મહારા માની લઈ પરને માટે સાધારણ પાપકર્મ બાંધે છે તે તેની કેવળ ભૂલ છે કારણ કે કુટુંબ પરિવારને મહારા માની જે બાંધેલા કર્મ જયારે ઉદય આવે છે ત્યારે સ્વજન વર્ગ કોઈ પણ તે કર્મમાંથી ભાગ લઈ શકતા નથી. કિંતુ પોતે કરેલા કર્મના વિપાકો પોતાને એકલાને જ ભોગવવા પડે છે, માટે દરેક મનુષ્યોને બાંધવાદિક વર્ગ નિમિત્તે કર્મ બાંધતી વખતે વિચાર કરવા લાયક છે. સિદ્ધાંતને વિષે કહેલું છે કે – कम्माइं नूण धणचिक्कणाइ, गुरुयाइं वज्जसाराई । ठाणठिअं पि पुरुसं, पंथाओ दुप्पहं निति ॥१॥
ભાવાર્થ : ગાઢ ઘણા ચિકણી અને વજ સરિખા ભારે કર્મો સ્થાનને વિષે સ્થિરતાથી રહેલા માણસોને પણ નિશ્ચય કુમાર્ગે લઈ જાય છે. ખરેખર કર્મની ગતિ મહાવિચિત્ર છે. કહ્યું છે કે –
सुताराविक्रीता स्वजनविरहः पुत्रमरणं, विनीतायास्त्यागो रिपुबहुलदेशे च गमनं, हरिश्चंद्रोराजा वहति सलिलं प्रेतसदने, अवस्थकायस्याप्यहह विषमाः कर्मगतयः ॥१॥ ભાવાર્થ : મહા ધર્મધુરંધર તથા સત્યવાદિયોને વિષે શિરોમણી
૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org