________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દુઃખાદિકનું પામવું તે પુન્ય અને પાપકર્મનાજ ફલો છે. કહ્યું છે કે
तावच्चंद्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावद्योगनियोगमंत्रमहिमा तावत् कृतं पौरुषं, तावत् सिध्यति वांछितार्थफलदंतावज्जनः सज्जनो, यावत् पुण्यमिदं नृणांविजयते पुण्यक्षये क्षियते, ॥१॥
ભાવાર્થ : જ્યાં સુધી પ્રાણિઓનું પુન્ય વિદ્યમાન પણે વર્તતું હોય છે ત્યાં સુધી એટલે તેટલાજ સમય સુધી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાઓનું બલ રહે છે તથા ભૂમિ બલ પણ ત્યાં સુધી રહે છે તથા યોગ નિયોગ અને મંત્ર જંત્ર, તંત્રનો મહિમા પણ ત્યાં સુધીજ રહે છે તથા કરેલું પરાક્રમ પણ ત્યાં સુધીજ રહે છે તથા વાંછિતાર્થ સિદ્ધિની શ્રેણીયોનું પરિપૂર્ણ ફળ પણ ત્યાં સુધીજ રહે છે. જયારે પુણ્યકર્મ ક્ષીણ થાય છે તથા નાશ પામે છે ત્યારે ઉપરોક્ત સર્વે સ્વાયત્ત હોય તો પણ નાશ પામી જાય છે કારણ કે શાસ્ત્રકાર મહારાજાના તથા પ્રકારના વચનો છે કે ભાગ્ય સમયે મનુષ્યોને સુખ અને અભાગ્ય સમયે દુઃખ થાય છે તેમજ સર્વે સમ હોય તે પણ વિષમ પણાને પામી જાય છે કહ્યું છે કે : औषध शकुन मंत्र, नक्षत्र ग्रहदेवताः, भाग्यकाले प्रसीदंति, अभाग्ये यांति विक्रियां ॥२॥
ભાવાર્થ : ઔષધ, શકુન, મંત્ર, નક્ષત્ર, ગ્રહો અને દેવો ભાગ્યકાલે પ્રસન્ન થાય છે અને અભાગ્ય સમયે વિક્રિયાને પામે છે અર્થાત્ ભાગ્યના પ્રબલપણાને વિષે લાભ આપે છે અને અભાગ્ય સમયે અત્યંત અનર્થ કરનારા થાય છે કારણ કે કરેલા કર્મને ભોગવ્યા વિના છૂટકો થતો નથી. કહ્યું છે કે –
૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org