________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દૃષ્ટિગોચર કરે તથા દુર્ગચ્છનીય પિંડને ગ્રહણ કરે તો બોધિદુર્લભતાને પામે છે.
(
ર્મસ્વરૂપમ
)
દુનિયા કહે છે કે અમુક ચક્રવર્તિ છે તથા અમુક બલદેવ છે તથા અમુક વાસુદેવ છે તથા અમુક પ્રતિવાસુદેવ છે તેમજ અમુક રાજા છે તે સર્વ વાર્તા સત્ય પરંતુ આ સર્વ પ્રતાપ કોનો છે એમ શંકા અને પ્રશ્ન ઉઠશે તો ઉત્તરમાં સમાધાન કરવામાં આવશે કે કર્મ રાજાનો પ્રતાપ છે, કારણ કે ઉપરોક્ત પદવીને અપાવનાર પણ કર્મ રાજા છે કારણ કે પ્રાણિયોને સુખ દુઃખ પ્રાપ્ત થયું તે પણ મુખ્ય વૃત્તિથી કર્મ રાજા કારણભૂત છે. શુભ કર્મથી પુન્ય કર્મને ભોગવ્યા વિના આત્માને કોઈપણ પ્રકારે સિદ્ધિ સુખની પ્રાપ્તિ થતી નથી.
એક સુખી અન્ય દુઃખી તથા એકરોગી બીજો નિરોગી તથા એક સોભાગી બીજો નિભંગી તથા એક પૈસાપાત્ર બીજો નિર્ધન તથા એક દયાલુ બીજો નિર્દય તથા એક સત્યવાદિ બીજો અસત્ય બોલનાર તથા એક સુશીલ બીજો દુ:શીલ તથા એક સંતોષી બીજો લોભી એક અભિમાની અને બીજો નિર્માનિ તથા એક કઠોર બીજો કોમલ તથા એક સરલ બીજોવક તથા એક ઉચ બીજો નીચ એક કાળો બીજો રૂપાળો તથા એક ધર્મી બીજો અધર્મિ તથા એક સ્વામિ બીજો સેવક તથા એક ત્યાગી બીજો સંસારી તથા એક સુમુખ બીજો દુર્મુખ તથા એક અશાંત બીજો શાંત તથા એક સુબુદ્ધિ બીજો કુબુદ્ધિ તથા એક સજજન બીજો દુર્જન તથા એક વિદ્વાન બીજો મૂર્ખ તથા એક કલંકી બીજો નિષ્કલંકીત તથા એક સુપુત બીજો કપુત તથા એક અકરમી બીજો સકર્મી તથા એક અલ્પ સંસારી બીજો દીર્ઘ સંસારી વિગેરેભાવોને પામે છે તે સર્વ કર્મ મહારાજાનો પ્રસાદ છે. સુખ
૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org