________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ श्रावं सद्गुरुबोधं, त्यज रे मानस कामः क्रोध । चंदनभाराक्रांतः, खर इव भुवि भ्रमसि भ्रांतः ॥१॥
ભાવાર્થ : ગુરૂ મહારાજના નિર્વદ્ય બોધને સાંભળી છે મહાનુભાવ કામ ક્રોધને ત્યાગ કર જો નહિ ત્યાગ કરે તો ચંદનના ભારથી ભરેલા ગધેડાની પેઠે પૃથ્વીને વિષે તું ભ્રાંતિ પામેલો ભમ્યાજ કરીશ, તેમાં તને કાંઈ પણ લાભ થવાનો નથી.
અર્થાત્ જેમ ચંદનનો ભાર ગધેડો વહન કરે છે તેનાથી તેને કાંઈપણ ગુણ થતો નથી, તેમજ ગુર્નાદિકના ઉપદેશ શ્રવણ કર્યા છતાં પણ કાંઈ પણ જયારે તને શાંતતા પ્રગટ થઈ નહિ તો તું પણ ગધેડાના જેવો મુર્ખ ગણાઇશ.
(સુખી થવાના સાધનો ) निंदां मुंच शमामृतेन हृदयं स्वं सिंच मुंच क्रुधं, संतोषं भज लोभमुत्सृज जनेष्वात्मप्रशंसां त्यज, मायां वर्जय कर्म तर्जय यशः साधर्मिकेष्वर्जय, श्रेयो धारय हंत वारय मदं स्वं संसृते तारय ॥१॥
ભાવાર્થ : હે મહાનુભાવ ! પરની નિંદાને તું મૂકી દે તથા શમામૃતવડે કરી તારા હૃદયને સિંચન કર તથા ક્રોધને ત્યાગ કર, તથા સંતોષને ધારણ કર, તેમજ લોભને ત્યાગ કર, તથા લોકને વિષે પોતાના આત્માની પ્રશંસા (પોતાની પ્રશંસા) કરવી છોડી દે, તથા માયાકપટને ત્યાગ કર, તથા કર્મને તર્જના કર, તથા સાધર્મિક ભાઇઓની ભક્તિ કરી યશને ઉપાર્જન કર, તથા કલ્યાણને ધારણ કર, તથા હિત ઇતિખેદે, મદ અભિમાનને વારણ કર અને તારા આત્માને સંસાર સમુદ્રથકી તાર.
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org