________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ रे रे कामिनि मा वह गर्वं तनु धन यौवन मिथ्या सर्वं । इंद्रजालमिव मायाभासं, ज्ञाते तत्वे विगति विलासं ॥१॥
ભાવાર્થ રે રે માનિનિ તું તારા અંતઃકરણમાં ગર્વને ન કર, કારણ શરીર, પૈસા યૌવન એ સર્વ મિથ્યા જ છે એટલું જ નહિ પરંતુ ઇંદ્રજાળ જેમ માયાથી (કપટથી) પૂર્ણ ભરેલી છે, તેમજ શરીર તથા સંસાર જન્ય સર્વ પદાર્થ માયાભાસ છે. તે સમગ્ર માયાભાસ વિલાસો, તત્વના જાણવાથી જ વિલયપણાને પામે છે અર્થાત્, તત્વજાણ મનુષ્યો, સંસાર સ્વરૂપને અસાર જાણી માયા જાળના પેઠે ત્યાગ કરે છે. कोऽहं कस्मिन् कथमायातः, का मे जननी को मे तातः । इतिपरिभावयतः संसारः, सर्वोऽयं स्वप्नव्यवहार ॥१॥
ભાવાર્થ : હું કોણ છું ? કેવા સ્થાનને વિષે કયા કારણથી આવેલો છું ? એ પ્રકારે ભાવના ભાવતો છતો પ્રાણી કર્મથી હલકા પણાને પામતો સર્વ સંસાર વ્યવહાર જાળને સ્વમ તુલ્ય ગણે છે, એટલું જ નહિ પરંતુ ભવસ્થિતિનું પરિપકવણું થવાથી નીકટભવી તુરત બોધ પામી અસાર સંસાર ત્યાગ કરે છે. पुनरपि रजनि पुनरपि दिवसः पुनरपि वर्षं पुनरपि मासः । पुनरपिवृद्धाः पुनरपिबालः, पुनरपि याति समेतिकालः १
ભાવાર્થ : ફરીથી રાત્રિ અને ફરીથી દિવસ આવે છે. અર્થાત્ દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ આવે છે. તથા ફરીથી વર્ષ અને ફરીથી માસ આવે છે. ફરીથી વૃદ્ધ અને ફરીથી બાળક થાય છે, ફરીથી કાળ જાય છે, ને ફરીથી આવે છે. સંસાર ચક્રવાળની ઘટમાળ અનાદિ કાળથી ચાલ્યા કરે છે.
૪૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org