________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ વિષે દુર્ગધમય ખરાબ રોગવાળો થાય છે. અનિષ્ટ વચનવાળો થાય છે. એટલે તેનું બોલેલું કોઈને ગમતું નથી, એવી થાય છે. તથા કઠોર વચન બોલનાર થાય છે. ખરાબ મુખવાળો થાય છે, જલચક એલચુક અને મન્મનમુકપણાને અસત્ય બોલનાર પામે છે. ૩
અસત્ય બોલનારા જીવો ઈહલોકને વિષે જીલ્ડા છેદનપણું તથા બંધનપણું પામે છે. તથા અપયશ પામે છે. તેમજ ધનના નાશને પામે છે. ૪ जई न सक्कह सम्मं, अइदुक्करं तवचरणं । तो सच्चं मासिज्जा, जह पणियं वीयराएहिं ॥१॥
ભાવાર્થ : હે માનવ ! યદિ દુષ્કર એવા તપસંયમને સમ્યફ પ્રકારે વહન કરવાને તું સમર્થમાન નથી તો એકજ સત્ય વચનને નિરંતર બોલવા સમર્થમાન થા જે કારણ માટે વીતરાગ મહારાજાએ કથન કરેલું છે કે – जेण परो दुमिजई, पाणिवहो जेण होई भणिएण । अप्पा पडई किलेसे, न हु तं जंपति गीयत्था ॥१॥
- ભાવાર્થ : જે વચનોના બોલવા વડે કરી પર માણસ દુહવાય છે, તથા જે વચનો બોલવા વડે કરી પ્રાણિયોનો ઘાત થાય છે તેમજ જે વચનો બોલવાથી પોતાનો આત્મા પણ કલેશને વિષે પડે છે તેવા વચનોને ગીતાર્થ પુરૂષો કોઈ દિવસ બોલતા નથી. કારણ કે ઉપરોક્ત વચનોનો પ્રલાપ કરવાથી પોતાને જ શોચવા જેવું થાય છે અને કોઈપણ પ્રકારનો લાભ પણ થતો નથી જે માટે કહ્યું છે કે - संतेहिं असंतेहिं, परस्स किं जंपिणेहिं दोसेहिं । अत्थो जस्स न लब्भई, सो अभित्तो कओ होई ॥२॥
ભાવાર્થ : પરને વિષે દુષણો હોય અથવા તો ન હોય તો પણ
( ૧૫ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org