________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(ગુણી નિર્ગુણીના વચનોનું હિતાહિત) सुगुणट्ठियस्स वयणं घयगहुसित्तुव्व पावओ भाइ । गुणहीणस्स न रेहइ नेहविहूणो जहा पइवा ॥१॥
ભાવાર્થ : ગુણી માણસોનું વચન ઘી અને મધુવડે કરી સિંચન કરેલ અગ્નિના માફક શોભે છે અને ગુણહીનનું વચન તેલ વિનાના દીપકના પેઠે શોભતું નથી.
વિવેચન : જો તને સર્વ જગતને વશ કરવાની ઇચ્છા હોય તો પારકાના અપવાદ રૂપ ઘાસને ભક્ષણ કરનારી તારી જીહવા રૂપી ગાયનો રોધ કર. પારકાની નિંદા કરવામાં આપણું મન જેટલું રોકાય છે, તેટલો કાળ જો પરમાત્માના ધ્યાનમાં રોકીએ તો લાભ કેટલો થાય ? ગુણી માણસો ગુણો ઉપાર્જન કરવામાં ને પરગુણના ગાન કરવામાં તેમજ સ્વઆત્માનું હિત કરવામાં ઉજમાળ રહે છે, અને નિર્ગુણી પરનું બગાડવામાં અને સ્વસ્વાર્થ સાધવામાં તેમજ પરના અવર્ણવાદ બોલવા સાંભળવામાં ઉદ્યમવંત રહે છે. કર્મની વિચિત્રતા
( ગુણી પુરૂષોના ગુણો.) पियधम्मो दढ्धम्मो, सविग्गोऽवज्जभीरु असढ य । खंतो दंतो गुत्तो, चिरव्वय जिंइंदिओ उज्जू ॥१॥ असढो तुलासमाणो, समिओ तह साहुसंगओ रओअ । गणसंपओववीओ, जुग्गो से सो अजुग्गोय ॥२॥ - ભાવાર્થ : જેને ધર્મ પ્રિય હોય તથા જેના અંતરમાંદેઢ ધર્મવાસનાહોય તથા જે સંવિગ્ન વૈરાગ્ય રગિત નિશ્ચય ભાવના સંયુક્ત હોય, તથા જે પાપ થકી ભય પામનાર હોય તથા જે કેવલ
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org