________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
વિવેચન : ઉપર પ્રમાણે કાંઈ કર્યું તો નહિજ છતાં આપણે હજી મરી ગયા નથી, જીવતા છીયે, હજી પણ આપણે આપણી આત્મ સત્તાની લગામ હાથમાં લઈશું તો પશ્ચાતાપ કરવા જેવું નથી. છતાં આંખ આડા કાન કરી સંસારની જુઠી જાળમાં ગુંથાઈ રહીશું ને સુકૃત કાંઈ કરીશું નહિ તો માનવ જન્મ નિરર્થક ગયો તે ગયો તેમાં કશું વિમાસવાપણું છેજ નહિ.
( સપદેશ ) स्युः सुखानि भृशं पुण्यान्मनाक् तस्मिंस्तु नादरः । दुःखानि च प्रमादात्स्युस्तस्मिन् सादर एव सः ॥१॥
ભાવાર્થ : સુખોની પ્રાપ્તિ પુણ્યથી થાય છે, તેને વિષે લવલેશ આદર નથી. પ્રમાદથી દુ:ખોની પ્રાપ્તિ થાય છે, તેને વિષે આદરવાળો ઘણોજ છે. कुर्वन्नन्यं तथान्यस्य, फलानीच्छति ही जडः । उप्तेऽपि हि निंबबीजे, किं स्यात्कल्पद्रुमांकुरः ॥२॥
ભાવાર્થ : જડ માણસ અન્ય કર્મને કરે છે અને અન્ય ફલોની ઇચ્છાને કરે છે. લીંબડાના બીજને વાવા થકી કલ્પદ્રુમનો અંકુરો શું થાયછે ? નહિ કદાપિ નહિ. विषयामिषलोभेन, संसारजलधौ जनाः । धिवरा अपि बध्यंते, मत्स्यधदुःखजालके ॥३॥
ભાવાર્થ : દુઃખની જાળરૂપ સંસારરૂપી સમુદ્રને વિષે વિષય રૂપી માંસના લોભવડે કરી બુદ્ધિવાન લોકો પણ માછલાના પેઠે બંધાય છે. इंदधणुसुमिणसारिसे, विज्जुलयाचवलचंचले जीए । को नाम करिज्ज रइं, जो होज्ज सचेयणो पुरिसो १
39.
(ભાગ-૪ ફમો- Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org