________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ સરલ અને ભદ્રિક ભાવી હોય તથા ક્ષમાશીલ તથા ઇંદ્રિયોને દમન કરનાર હોય, તથા જિતેન્દ્રિય હોય, તેમજ જે વ્રતોને અંગીકાર કરે તેને વિષે ચૈર્યભાવના ધારણ કરનાર હોય, તથા ઇંદ્રિયોને સંવૃણિત કરી ગુપ્ત હોય, તથા સરલ તુલાના સમાન શઠવૃત્તિવડે કરી રહિત હોય,તથા સાધુની સંગતિને વિષે રક્ત વૃદ્ધ આશકત હોય, તથા ગુણોની સંપદાવો કરી યુક્ત વ્યાપ્ત વાસિત હોય, આવા ઉત્તમ પુરૂષોને શાસ્ત્રકાર મહારાજા સર્વ રીતે યોગ્ય ગણે છે. શિવાય એ ઉપરોક્ત ગુણહીન માણસને અયોગ્ય કથન કરે છે.
(સજ્જન પુરૂષોના પરાક્રમ) अविगिरिवरगरुय दुरंत दुक्खमारेण जंति पंचयत्तं । न उणो कुणंति कम्मं, सप्पुरिसा जं न कायव्वं ॥१॥
ભાવાર્થ : યપિ મહાનું પર્વતના સમાન મોટા અને દુઃખે કરીને જેનો અંત આવે એહવા દુઃખના ભાર વડે કરી મરણ પામે છે, મરણ પામવું સારું ગણે છે પરંતુ સજ્જન પુરૂષો જે કાર્ય ન કરવાનું હોય તે કદાપિ કાલે કરતા નથી.
(સજન જીવોની દઢતા) अलसायं तेणवि सज्जणेण, जे अक्खरा स ससुल्लविया । ते पत्थरटंटुकीरियव्व, न हु अन्नहा होंति ॥१॥
ભાવાર્થ : આળસુ અવસ્થાના અંદરએટલે આળસુપણાને વિષે પણ સજ્જન જીવોયે જે અક્ષરોનો આલાપ સંલાપ કરેલ હોય, અર્થાત્ બોલેલ હોય તે અક્ષરો પત્થરની અંદર ટંકીત કોતરેલાના પેઠે કદાપિ કાળે અન્યથા હોતા નથી થતા નથી.
૩૫
૩૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org