________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
(માનવ જન્મ સાર્થક્તા.)
पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः । श्रुतं परोपकारस्य, मर्त्यजन्मफलाष्टकम् ॥१॥
ભાવાર્થ : પૂજ્યની પુજા કરવી ૧, સર્વ પ્રાણિયો ઉપર કારૂણ્યભાવ રાખવો ૨, સુપાત્રને વિષે દાન દેવું ૩, તીર્થયાત્રા કરવી ૪, જિનેશ્વર મહારાજ ત્થા પંચપરમેષ્ઠી મહારાજનો જાપ જપવો ૫, શક્તિ અનુસાર તપ કરવો ૬, શ્રતને ભણવું તેમજ ગુરૂ મુખથી શ્રવણ કરવું ૭, તથા પરોપકાર કરવો. ૮. માનવ જન્મના આ આઠ મહાકિંમતિ ફળો જે શાસ્ત્રકાર મહારાજે કહેલા છે.
વિવેચન : બીજું કાંઈ વિશેષ આપણાથી ન બને તો ખેર ઉપર લખેલા ગુણો જ આપણને મળે તો આ દુષમકાળમાં આપણું ભાગ્ય, વળી તે ગુણો આપણે મેળવવાનો ઉધમ કરશુ તો જરૂર આપણને મળશે જ, આપણે જેમ પેટ ભરવાને માટે વ્યાપારાદિક ઉધમ કરીયે છીયે તેમ પુન્ય પેટ ભરવાને માટે ઉપર પ્રમાણે ઉદ્યમ કરીયે ત્યારે જ આપણા માનવ જન્મની સાર્થકતા ગણાય.
(મનુષ્ય જન્મની નિરર્થક્તા.) न कयं दीणुधरणं, न कयं साहमीआणवच्छलं । हिययंमि वीयरागो, न धारीओ हा हारीयो जन्मो १
ભાવાર્થ : મનુષ્ય જન્મને પામી દીન દુઃસ્થિત પ્રાણિયોનો ઉદ્ધાર કર્યો નહિ તથા સાધર્મિક બંધુઓને વિષે પ્રીતિ ભાવ ધારણ કરી વાત્સલ્ય કર્યું નહિ તથા અંતઃકરણને વિષે વીતરાગને ધારણ કર્યા નહિ. હા ! હા ! ઈતિ ખેદે ! ઉપરોક્ત કાંઈ પણ નહિ કરી શકનાર પોતાના માનવ જન્મને હારી ગયો છે.
(૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org