________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ દુનિયામાં તેમનું જીવિતવ્ય પ્રમાણ ગણાય છે. એ ઉપર પ્રમાણે ત્રણ ગુણોનું પ્રગટપણે પામવાપણું તે પુન્યશાલી જીવોને જ હોય છે, બીજાને નહિ. કદાચ ધન સંચય અને વિદ્યાપણું હોય તો પણ તેના સહચારી ગુણો ન હોય તો કાંઇજ નહિ માટે તે મેળવવાને સુજ્ઞ જીવોને સૂચના કરવામાં આવે છે.
(ગુણાનુરાગીજીવોના લક્ષણો) असतां संगपंकेन यन्मनो मलिनी कृतं । तन्मेऽघनिर्मूलीभूतं साधुसंबंधवारिणा ॥१॥ पूर्वपुण्यतरोरध फलं प्राप्तं मयानघं संगेनासंगचित्तानां, साधूनां गुणधारिणां ॥२॥
ભાવાર્થ : અસત મનુષ્યોના સંગરૂપી પંક કાદવ થકી જ મેં મહારું મન મલીન કરેલું હતું તે આજે સાધુઓના સંબંધ રૂપી પાણિ વડે કરી નિર્મલ થયું છે ૧. તથા અસંગવાળા ચિત્તને ધારણ કરનારા ગુણી મુનિ મહારાજાના સંગને ધારણ કરવાથી પૂર્વ પુણ્ય રૂપી વૃક્ષના નિર્મલ ફલને હું આજે પામેલ છું ૨. આવી ભાવનાવાળા જીવો આજે થોડાજ જોવામાં આવે છે. કારણ કે પુન્યાઇ વિના આવી ભાવના આવતી નથી. नागुणी गुणिनं वेत्ति, गुणी गुणीषु मत्सरी । गुणी गुणानुरागी च, विरलः सरलो जनः ॥३॥
ભાવાર્થ : નિર્ગુણી ગુણિને જાણતો નથી, ગુણી માણસ ગુણીને વિષે ઈર્ષાલુ હોય છે, ગુણી અને ગુણાનુરાગી સરલ સ્વભાવિક કોઈક વિરલો માણસ જ હોય છે ૩.
૩૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org