________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ | ભાવાર્થ : જેના કાન, હાથ, પગ, નાસિકા કપાએલા હોય અને સો વર્ષનો વૃદ્ધ થયો હોય એહવા પરપુરૂષ સાથે પણ કુલવંતી સ્ત્રી આલાપાદિકને ત્યાગ કરે.
(પરના અવગુણ બોલવા નહિ.) संतोप्यसंतोपि परस्यदोषा, नोक्ताः श्रुता वा गुणमाहवंति । वैराणिवक्तु : परिवयंति, श्रोतुश्च तन्वंति परां कुबुद्धि : १।
ભાવાર્થ : છતા અગર અછતા પારકાના દોષો બોલવાથી, કહેવા-સાંભળવાથી કાંઈપણ ગુણ થતો નથી. પરંતુ તેમને કહેનારના ઉપર વૈરવૃદ્ધિ થાય છે અને સાંભળનારને કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. कालंमि अणाईए, अणआइदोसे हि वासिए जीवे । जं पावियइ गुणो वि हु, तं मन्नह मो महच्छरीयं ॥२॥
ભાવાર્થ : અનાદિકાળથી અનાદિ દોષોવડે કરી વાસિત થયેલા આ જીવમાં જો કોઈ પણ ગુણની પ્રાપ્તિ થાય તો તે મહાનુભાવો ! તમે તેને આશ્ચર્ય માનો. भूरिगुणा विरलच्चिय एक्कगुणो वि हु जणो न सव्वत्थ । निदोसाण एव भदंपसंसिमो थोव दोसे वि ॥३॥
ભાવાર્થ : ઘણા ગુણોવાળા તો વિરલાજ કોઈક હોય છે પણ એક એક ગુણવાળો પણ જનસમુદાય સર્વ જગ્યાએ મળવો મુશ્કેલ છે. નિર્દોષી માણસોનું પણ સારૂ થશે અને થોડા દોષોવાળા જીવોની પણ અત્રે પ્રશંસા કરીએ છીએ.
આત્મનિવાર नागो जहा पंकजलावसन्नो, दटुं थलं नाहि समेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा, न भिक्खुणो मग्गमणुव्वयामो ॥१॥
(૩૦
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org