________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ભાષણ તથા નીચ પાત્રને વિષે પ્રીતિ આ પાંચ લક્ષ્મીના સહવિચરનારા હોય છે. (સહચારી છે.) ता सयणाणं मित्ती, ता पुत्ताभुवणायरोताव । कमलदलच्छीलच्छी, जा पिच्छइ निद्धदिट्ठीए ॥१॥
ભાવાર્થ : કમલ પત્રના સમાન મહાન નિર્મલ એવી લક્ષ્મીને જ્યાં સુધી સ્નિગ્ધ દ્રષ્ટિયે દેખીએ છીએ અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે લક્ષ્મી હોય છે ત્યાં સુધી જ સ્વજન માણસોની મિત્રાઈ રહે છે. ત્યાં સુધી જ ભુવનને વિષે આદર રહે છે અને લક્ષ્મીના નાશ પામ્યાથી ઉપરોક્ત કાંઈ પણ રહેતું નથી. जा विहवो ता पुरिसस्स, होई आणावडिच्छउ लोउ । गलिउदयं घणं विज्जुला, विदूरं परिचयइ ॥१॥
ભાવાર્થ : જયાં સુધી વૈભવ હોય છે, ત્યાં સુધીજ પુરૂષોની આણાને અંગીકાર કરનારા લોકો હોય છે. પણ લક્ષ્મીના નાશ પામ્યા પછી તેજ લોકો સન્મુખ જોતા નથી. દ્રષ્ટાંત-જેમ મેઘમાંથી પાણિ ગલી ગયા પછી વિજલી મેઘને દુર થકી જ ત્યાગ કરે છે તેમ લક્ષ્મી રહિત માણસને રાગી સ્વજન વર્ગ પણ દુર થકીજ ત્યાગ કરે છે. विगुणमविगुणहूँ रुवहीणं पि रम्मं, जडमवि मइमंतं मंदसत्तं पि सूरं, अकुलमविकुलीणं तं पयंपंति लोया नवकमलदलच्छी जं पलोएइ लच्छी ॥१॥
ભાવાર્થ : નવીન કમળ સમાન મહા નિર્મળ લક્ષ્મી છે. તેથી લક્ષ્મીવાળો માણસ ગમે તેવો નિર્ગુણી હોય, છતાં તેવી નવીન કમળ પત્રના સમાન મહા નિર્મલ અર્થાત્ ઘણી લક્ષ્મીને દેખી લોકો નિર્ગુણીને ગુણાઢય કહે છે, રૂપરહિતને મનોહર રૂપવાળો કહે છે, જડને મતિમાન કહે છે, મંદસત્વવાળાને શૂરો કહે છે, અકુલિનને
ન ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org